ગાયથી આરોગ્ય, પર્યાવરણ, સમાજકારણ, અર્થકારણ અને ખેતી સચવાય છે-રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન કથીરીયા
જુનાગઢ તા. ૨૭
ગોબર મોબાઇલ ચીપ, ધુપબત્તી, મચ્છર ધુપબત્તી, મચ્છર કોઇલ, ગોબર દીવા, ઘન જીવામૃત, સેન્દ્રીય ખાતર સહિત ગાયના ગોબર અને ગૌમુત્રથી ઉત્પાદીત થતી ૩૫ વસ્તુઓની ૧૧૦ જેટલા ગૌ પ્રેમીઓ હાલ જૂનાગઢ ખાતે તાલીમ મેળવી રહ્યા છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગૌસેવા ગતિ વીધી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનો જુના સ્વામીનારાયણ મંદિર ખાતે આજે રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો.વલ્લભભાઇ કથીરીયાએ ગૌ પુજન કરી પ્રારંભ કરાવ્યો હતો. તા.૨૯ ડિસેમ્બર સુધી વહેલી સવારે ૫-૧૫ થી ભોજન વિરામને બાદ કરી રાત્રીના ૧૦ કલાક સુધી ગૌ આધારિત ઉત્પાદનોની ગૌ પ્રેમીઓને તાલીમ અપાશે.
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગૌ શાળા ચલાવતા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા સાથે ગૌ પાલનમાં વિશેષ રસ-રુચી લેતા પસંદગીથી તાલીમ લેવા આવેલ ૧૧૦ ગૌ પ્રેમીઓ માટે આ પ્રશિક્ષણ વર્ગ નવી દિશા ખોલશે. ગાયનું દુધ, ઘી, દહિં, ગૌમુત્ર અને ગોબર અર્થાત પંચગવ્યમાંથી ગોબર ચંપલ, ફોટોફ્રેમ, હુક સ્ટેન્ડ, ઘડીયાળ, વિવિધ મૂર્તિઓ સહિત ઉત્પાદીત થાય છે.
પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતા ડો. વલ્લભભાઇ કથીરીયાએ કહ્યું કે, ગાયથી આરોગ્ય, પર્યાવરણ, સમાજકારણ, અર્થકારણ અને ખેતી સચવાય છે. આ ગૌ માતા કામધેનુંની શક્તિ છે.
જૂના સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ આશીર્વચન આપવા સાથે ગૌ પાલનનું મહત્વ સમજાવ્યું હતું. ચાર દિવસના પ્રશિક્ષણ વર્ગમાં અખિલ ભારતિય સહ સંયોજક ગૌ સેવા ગતિવીધી અજીત પ્રસાદ મહાપાત્રએ ગૌ સેવાના આયામો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આઇ.આઇ.એમ.માં તાલીમ મેળવી ગૌ આધારિત ૩૦૬ પ્રોડકટનું ઉત્પાદન કરતા નિરજ ચૌધરી
ગાયના ગોબરમાંથી બનેલા હવાઇ ચંપલથી બ્લડપ્રેશરના દદર્ીઓને રાહત મળે છે
ઉત્તરાખંડના કાશીપુરાનો યુવાન આજે ગૌ આધારિત સ્ટાટર્અપ શરુ કરી સૌ માટે માર્ગદર્શક બની રહ્યો છે. નીરજ ચૌધરી ગાયના ગોબરમાંથી ૩૦૫ જેટલી વિવિધ પ્રોડક્ટ આજે ઉત્પાદન કરી રહ્યો છે. ગાયના ગોબરમાંથી તેમણે ૧૦ હજાર જોડી હવાઇ ચપ્પલ બનાવ્યા છે અને આ ગોબરમાંથી બનેલા ચપ્પલ બ્લડપ્રેશરના દદર્ીઓ માટે રાહતરુપ બની રહ્યા છે.
જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર ખાતે ગૌ સેવા ગતિવીધી સૌરાષ્ટ્ર પ્રાંત આયોજીત પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગમાં ગૌ પ્રેમીઓને તાલીમબધ્ધ કરતા નીરજ ચૌધરીએ ગોબર ચપ્પલ, ફોટોફ્રેમ, ઘડીયાળ, હુક સ્ટેન્ડ સહિતની વસ્તુઓ બનાવી પ્રેક્ટીકલ નિદર્શન કર્યું હતું. શ્રી બંસી ગો ધામ નામની સ્ટાટર્અપ કાર્યરત કરનાર નીરજ ચૌધરીએ ગૌ માતાના દુધ, દહીં નહીં પરંતુ ગૌ મુત્ર અને ગોબરથી પણ લોકોનું સ્વાસ્થય, પર્યાવરણ તેમજ અર્થકારણ સુધારવાની તાકાત રહેલ છે તેમ જણાવ્યું હતું.