જૂનાગઢ : ક્રિકેટનો સટ્ટો રમાડતા કારખાનેદાર સહિત બે શખ્સો ઝડપાયા, ૩ની શોધખોળ

0
31
Share
Share

જૂનાગઢ તા ૧

જુનાગઢ જીઆઇડીસી- ૨ માં કારખાનામાં આઈપીએલ ક્રિકેટ સટ્ટો રમતા પાંચ શખ્સો સામે ગુનો નોંધી ૧૮, ૪૦૦ નો મુદ્દામાલ સાથે કારખાના માલિક સહિત બેને એલસીબી પોલીસે ઝડપી લઇ અન્ય ત્રણને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે

આ અંગે તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ એલસીબી પોલીસના પીઆઇ આર કે ગોહિલ તથા પી.એસ.આઇ ડીજી બડવા સહિતના સ્ટાફને જીઆઇડીસી- બે માં ભરત એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં આઈપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ના મેચ પર ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી કારખાનાના માલિક ભરત ઉર્ફે પુ ઠો અરુણભાઇ લાખાણી (જય શ્રી નગર), મનીષ ઉર્ફે એમ.એમ ઉર્ફે મારવાડી ઉર્ફે ગોવિંદભાઈ મહેશ્વરી મારવાડી (સૂર્યા એપાટર્મેન્ટ બ્લોક નંબર ૧૦૧ વણઝારી ચોક), ને ૨,૪ ૦ ૦ રોકડ, ૪ મોબાઇલ ફોન સહિત કુલ ૧૮ ,૪૦૦ની મતા સાથે ઝડપી લીધા હતા જ્યારે મોબાઈલ પર અન્ય ક્લાઈન્ટ આઈડીના આરોપી મયુરભાઈ, રામભાઈ મહાજન તથા ગુંજન સોઢા તેમ ત્રણ શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. આ અંગે વધુ તપાસ તાલુકા પોલીસના એનઆર ભેટારીયા ચલાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here