જૂનાગઢમાં ૫૦૪ ચોરાઉ મોબાઇલ મળી ૨૮ લાખના મુદ્દામાલ સાથે એકની ઝડપી પાડતી પોલીસ

0
24
Share
Share

જૂનાગઢ,તા.૧૧

જૂનાગઢમાં ચોરીના મોબાઇલો સસ્તા ભાવે ખરીદી કરી તેના સ્પેરપાર્ટસનો અન્ય બંધ મોબાઇલમાં ઉપયોગ કરી એસેમ્બલ અને ડીસેમ્બલ મોબાઇલોના ગેરકાયદેસર વેચાણના રેકેટનો એસઓજી બ્રાંચએ પર્દાફાશ કરી એક મોબાઇલ શોપના સંચાલકની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સ પાસેથી આધાર પુરાવા વગરના જુદી જુદી કંપનીના ૫૦૯ મોબાઇલો તથા એક લેપટોપ મળી કુલ રૂ.૨૭.૯૬ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વર્તમાન સમયમાં દિન-પ્રતિદિન મોબાઇલ ચોરી કે ગુમ થવાના કિસ્સાઓ રોજ-બરોજ બની રહ્યા છે. જેને ઘ્યાને લઇ ચોરી કે ખોવાઇ ગયેલા મોબાઇલો તેના માલિકોને મળી રહે તે માટે પોલીસના ઉચ્ચ અઘિકારીઓની સુચનાથી જૂનાગઢ પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જે અંર્તગત એસઓજી બ્રાંચે બાતમીના આધારે ચોરીના મોબાઇલ સસ્તા ભાવે ખરીદી તેના ગેરકાયદે વેચાણના રેકટનો પર્દાફાશ કર્યો છે.

જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટીએ પત્રકાર પરીષદ યોજી માહિતી આપતા જણાવ્યું કે, એસઓજીના મહેન્દ્ર ડેર, ઘર્મેશ વાઢેળને મળેલ બાતમીના આધારે સ્ટાફએ જૂનાગઢના એમ.જી.રોડ પર ક્રસ્ટિલ એપાર્ટમેન્ટમાં આવેલ રાજ મોબાઇલમાં તપાસ હાથ ધરી હતી. જેમાં તેનો સંચાલક કાજીમ મહમદ રાજસુમરા ગામેતી (ઉ.વ.૨૬) કોઇપણ આધાર પુરાવા વગર ચોરીના મોબાઇલ સસ્તા ભાવે લઇ તેને એસેમ્બલ બનાવી ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાનું જાણવા મળેલ હતુ. તેની દુકાનમાંથી આધાર પુરાવા વગરના જુદી-જુદી કંપનીના ૫૦૪ મોબાઇલો કિં.રૂ.૨૭.૭૬ લાખ તથા લેપટોપ – ૧ મળી કુલ રૂ.૨૭.૯૬ લાખના મુદામાલ સાથે સંચાલક કાજીમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here