જૂનાગઢમાં ૧૦૮ની ટીમે જોડિયા બાળકની વાનમાં જ કરાવી સફળ ડિલેવરી

0
20
Share
Share

જૂનાગઢ,તા.૧૨
જૂનાગઢ ૧૦૮ની ટીમે કડકડતી ઠંડીમાં સવારે ૬ઃ૦૬ વાગ્યે અમરાપુર ગામે પહોંચી જોડીયા બાળકની સફળ ડિલેવરી કરાવી હતી.આ અંગે મળતી વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે રહેતી અને મજૂરી કરતી ૨૦ વર્ષિય મહિલા વર્ષાબેનને પ્રસુતિની પિડા ઉપડી હતી.આ અંગેની જાણ થતા ૧૦૮ની ટીમના ઇએમટી વનરાજસિંહ ગીડા,પાઇલોટ પ્રતાપભાઇ પરમાર કડકડતી ઠંડીમાં વ્હેલી સવારે ૬ઃ૦૬ વાગ્યે પહોંચ્યા હતા.
બાદમાં પ્રસુતાને હોસ્પિટલે પહોંચાડવા રવાના થયા હતા ત્યારે જ વધુ પિડા ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં મહિલાને જોડીયા બાળકની સફળ પ્રસુતિ કરાવી હતી.બાદમાં સરકારી હોસ્પિટલ માળીયા હાટીના ખાતે માતા અને જોડીયા બાળકને પહોંચાડયા હતા.આ કામગીરી બદલ જિલ્લા અધિકારી પ્રોગ્રામ મેનેજર જયેશભાઇ, સુપરવાઇઝર વિસ્તૃતભાઇ વગેરેએ સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here