જૂનાગઢમાં સિવીલમાં દોઢ માસમાં ૨૮૬ કોરોના દર્દીના મોતને આરટીઆઈ એક્ટીવીસ્ટનો ઘટસ્પોટ

0
23
Share
Share

જુનાગઢ તા.૧૬

જૂનાગઢમાં કોરોના ના મોતનો આંકડો છુપાવવામાં આવતાં હોવાનો પદરફાશ થવા પામ્યો છે, અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૪૫ દિવસમાં ૨૮૬ જેટલા કોરોનાના દર્દીના મોત થયા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.

જૂનાગઢના સામાજિક કાર્યકર અને આરટીઆઇ એક્ટિવિસ્ટ ભરત રાણીગા એ આધાર પુરાવાઓ સાથે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ૧ ઓગસ્ટથી ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં ૨૮૬ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુ હોસ્પિટલના મરણ નોંધ રજિસ્ટરમાં નોંધવામાં આવેલ છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ પ્રસિદ્ધ થતી અખબારી યાદીમાં એક પણ મોત ન હોવાનું દર્શાવી, જૂનાગઢનું આરોગ્ય તંત્ર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના થયેલ મોતનો આંકડો છુપાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.ભરત રાણીગાએ જૂનાગઢની સિવિલ હોસ્પિટલના મરણ નોંધ રજીસ્ટરના ફોટા સાથે પુરાવા આપતા પત્રકારોને જણાવ્યું હતું કે, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે, અને તેમાં હોસ્પિટલની ઘોર બેદરકારી અમે નજરે નિહાળી છે, સોમવારની રાત્રિના અમોએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે જૂનાગઢની એક એનજીઓના હોદેદારો પણ સાથે હતા અને સિવિલ હોસ્પિટલના બેઝ મા કોરોના વોર્ડનો ભોજન સહિતની વેસ્ટ કચરો ખૂબ જ ગંદકી મારતી હાલતમાં મળી આવ્યો હતો. આ સિવાય એ રાત્રિના લાઈટ જતા લગભગ પાંચેક જેટલા દર્દીઓના મોત થયા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

જોકે આ અંગે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સિવિલ સજર્ન ડોક્ટર બગડાએ કોરોના વોર્ડમાં લાઈટ જવાના કારણે કોઈ મોત થયા ન હોવાનું જનાવી રહ્યા હતા તો બીજી બાજુ સામાજિક કાર્યકરે આધાર પુરાવા સાથે ૪૫ દિવસમાં ૨૮૬ જેટલા દર્દીઓના મોત  થયાનો ઘટસ્ફોટ કર્યા બાદ હજુ પણ તંત્ર આ બાબતે મૌન છે, અને ખરેખર કેટલા મોત થયા છે તે અંગેનો આંકડો આપવામાં અધિકારીઓ સરકારી ગાઈડલાઈન કે નિયમોના કારણે અથવા કોઈપણ રીતે મૌન અપનાવી રહ્યા છે.

જોકે આ આંકડો જાહેર થયા બાદ ભરત રાણીગા એ રોષપૂર્ણ જણાવ્યું હતું કે, તંત્રના આંકડા છુપાવી લોકોમાંથી કોઈ રમત કરી રહ્યું છે, અને કોરોના કેટલો ભયંકર છે તે બાબત અને કોરાનાથી કેટલા મોત થઈ રહ્યા છે તે છુપાવી રહ્યું છે જેના કારણે લોકો કોરોનાથી ડરતા નથી અને કોરોનાનું સંક્રમણ જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં દિવસે ને દિવસે વધી રહ્યું છે.આ સાથે રાણીગા એ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, જૂનાગઢની સિવિલ હોસ્પિટલ, આરોગ્ય વિભાગ, મનપા અને વહીવટી તંત્ર દ્વારા મોતના આંકડાની સાથે કોરોના ગ્રસ્ત થતાં દર્દીઓના આંકડાઓ પણ છુપાવી રહ્યા છે, વાસ્તવમાં જૂનાગઢ શહેરમાં દરરોજના તંત્ર દ્વારા બતાવાતા ૩૫ ની આસપાસના આંકડા કરતા પોઝિટિવ દર્દીઓના આંકડા અનેક ગણાં વધુ છે, ત્યારે તંત્ર અને સરકાર શા માટે આંકડા છુપાવી રહ્યું છે ? એ એક મોટો સવાલ છે, અને વાસ્તવિક આંકડા છુપાવવા ન જોઈએ અને સાચી હકીકત લોકો સુધી પહોંચાડવી જોઇએ તેવી માંગ કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here