જૂનાગઢ, તા.૧૧
જૂનાગઢમાં રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે.જે દરમિયાન નિધિ સમર્પણ અભિયાન હેઠળ મંદિરનાં નિર્માણ માટે ફંડ એકત્ર કરવા માટે પ્રતિષ્ઠિત નાગરિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે સિનિયર સિટીઝન મંડળ ફંડ એકત્ર કરવા જોડાયુ હતું..
આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં પ્રાંત કાર્યવાહ કિશોરભાઇ મુંગલપરા, મેયર ધીરુભાઇ ગોહિલ, પુનિત શર્મા, નિલેશ ધુલેશિયા, હરેશભાઇ ગોધાણી સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત જૂનાગઢનાં ૮૫ જેટલા પ્રતિષ્ઠિત લોકો હાજર રહ્યાં હતાં, અને રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનમાં પ્રત્યેક્ષ અથવા પરોક્ષ રીતે જાડવા સંકલ્પ બધ્ધ થયા હતાં.
આ તકે સિનિયર સિટીઝન મંડળનાં પ્રમુખ જમનભાઇ ઝાલાવડિયાએ કહ્યું હતું કે, જૂનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ ચલાવીએ છીએ. જેમા ૨૮૪૦ સભ્યો છે અને ૬૦ વર્ષની કે તેથી વધુ ઉપરનાં છીએ. નિધિ સમર્પણ અભિયાનમાં સિનિયર સિટીઝન તન, મન અને ધનથી જોડશે. તેમજ તમામ સભ્યો ફંડ એકત્ર કરવા અને લોકો સુધી સંદેશો પહોંચાડવાનાં કાર્યમાં પણ જોડાશે.
બગડુમાં આયુ.કેમ્પ-ઉકાળા
વિતરણના કાર્યક્રમો યોજાયા
જુનાગઢ જીલ્લાના બગડુ ગામે આર્યુવેદ નિદાન કેમ્પ તેમજ ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં ગામ લોકોએ લાભ લીધો હતો.
આ નિદાન કેમ્પમાં ડો.મહેન્દ્ર વઢવાણા, ડો.હેતલ વાઘેલા, ઙો.લીંબાણી તેમજ ઙો.નુરાની એ સેવાઓ આપી હતી જ્યારે બગડુ ગ્રામ પંચાયત નાં સહયોગથી બગડુ ગામના કાર્યકર્તા રામજીભાઈ ડોબરીયા, ધનસુખભાઈ, રાજુભાઈ, રાજેશભાઇ, અનિલભાઈ તેમજ મુકેશભાઈ ડોબરીયા એ આ નિદાન કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
જુનાગઢ બેટી બચાઓ બેટી પઢાઓ
અન્વયે કિશોરીઓે સેનેટરી પેડ અપાયા
પોલીસ સ્ટેશન બેઇઝડ સપોટર્ સેન્ટર જૂનાગઢ દ્વારા લીરબાઈ પરા આંગણવાડી કેન્દ્રમાં બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહના બીજા દિવસે કિશોરીઓને સેનેટરી પેડવિતરણ કરવામાં આવ્યા હતા.
સરકારની કોરોના અંગેની ગાઈડ લાઈનને અનુસરીને બેટી બચાવો બેટી પઢાવો સાપ્તાહિક ઉજાણીના ભાગ રુપે કિશોરીઓને શિક્ષણ, દીકરો દિકરી એક સમાન, દીકરી જન્મને પ્રોત્સાહન તેમજ કિશોરીઓના આરોગ્ય વિષે સમજણ આપવામાં આવી હતી તેમજ સરકાર દ્વારા ચાલતી વહાલી દીકરી યોજના વિષે વિસ્તૃત ચર્ચા કરી, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોટર્ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વનસ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તેમજ ઘરેલું હિંસા, કામકાજના સ્થળે થતી જાતીય સતામણી, ડોમેસ્ટિક, ભરણ પોષણ અને મહિલા લક્ષી કાયદાકીય માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ મહિલા અને બાળ અધિકારી જીગર બી. જસાણી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણઅધિકારી પ્રફુલભાઈના માર્ગદર્શન હેઠળ તેમજ આંગણવાડીવર્કર્સ વર્ષા બેન ગઢીયા તેમજ હેલ્પર નિર્મળાબેન સોંદરવા, માયાબેન જોષી, મહિલા કાઉન્સેલર મનિષા રત્તનોતરની ભારેે જહેમતથી સફળ રહ્યો હતો.