જૂનાગઢમાં પાણી વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ સર્જાતા હસનાપુર ડેમની તૂટેલી પાઈપલાઈન રિપેર કરાવવા માંગ

0
13
Share
Share

જુનાગઢ તા. ૨૪

જુનાગઢ શહેરમાં ઉનાળા જેવી પરિસ્થિતિ વચ્ચે મોટાભાગના વિસ્તારોની પાણી જરુરિયાતો જ્યાંથી પૂરી કરવામાં આવે છે તેવા એકમાત્ર હસનાપુર ડેમની પાઇપ લાઇન તા. ૨૦ ના રોજ તૂટી જતાં શનિવારથી જ પાણીની વિતરણ વ્યવસ્થા ઠપ્પ થઇ જવા પામી છે. અત્યારે ઉનાળા જેવી પરિસ્થિતિમાં શહેરીજનો માટે પાણીનો વપરાશ અને જરુરિયાતો સવિશેષ હોય ત્યારે જ હસનાપુર ડેમની પાઈપ લાઈન તૂટી જતા મુશ્કેલીઓ વધી જવા પામી છે, આ પરિસ્થિતિમાં હસનાપુર ડેમની પાઈપ લાઈન તાત્કાલિક રીપેર કરવા વિપક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજા, વિજયભાઈ વોરા, સેનીલાબેન થઈમ અને ઝેબુંનનિશાબેન કાદરીએ માંગ કરી જૂનાગઢના શહેરીજનોને નિયમિત પાણી મળી રહે તેવી વ્યવસ્થા ની માંગ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here