જૂનાગઢમાં પરિક્રમાં બંધ હોવાથી રૂટ પર બંદોબસ્ત ગોઠવતી પોલીસ

0
24
Share
Share

જુનાગઢ તા. ૨૪

ચાલુ સાલે કોરોનાના સક્રમણને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા લીલી પરિક્રમા બંધ રાખવા નિર્ણય કરાયો  છે.  ત્યારે જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ પોલીસને સૂચના આપી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલ પી.આઈ. પી.એન.ગામેતી તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા અત્યારથી જ આગોતરું  આયોજન કરી, જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ વર્ષે લીલી પરિક્રમા યોજાવાની નથી ત્યારે વહીવટી, વન અને પોલીસ તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને પરિક્રમામાં નહીં આવવા માટે અપીલ કરાઇ  છે. આ બાબતે જાહેરનામું બહાર પડાયું છે ત્યારે લીલી પરિક્રમાના દિવસોમાં શ્રદ્ધાળુઓની બિન જરુરી ભીડ ના થાય, ભવનાથ વિસ્તાર કે લીલી પરિક્રમના રુટ ઉપર પરિક્રરમા માટે શ્રદ્ધાળુઓ ન પહોંચે તથા  ભવનાથ વિસ્તાર તેમજ જંગલ વિસ્તારના બીજા નાકાઓ તરફથી પણ લોકો પ્રવેશ ના કરે તે માટે  જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

આ માટે સ્મશાન ત્રણ રસ્તા, દામોદર કુંડ, ભવનાથ મંદિર, ગિરનાર પર્વત, જંગલમાં પ્રવેશવાના પોઇન્ટ ઉપર પોલીસ દ્વારા પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત રખાયો હોવાથી  કોઈને પણ રુટ ઉપર જવા દેવામાં આવશે નહીં. પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રાખી, વ્યવસ્થા જાળવવા નિર્ણય કરાયો છે.

આ ઉપરાંત, યાત્રાળુઓ હેરાન ના થાય તે માટે ભવનાથ જૂનાગઢ ખાતે લીલી પરિક્રમા બંધ હોવાથી યાત્રાળુઓને ધક્કો ના ખાવા પણ તંત્ર દ્વારા અનુરોધ કરાયો  છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here