જૂનાગઢમાં નિરાધાર નવજાત બાળકોનો આધાર ‘‘અનામી પારણુ‘‘

0
25
Share
Share

જૂનાગઢ તા. ૧૭

અસામાન્ય સંજોગોમાં એવા બાળકનો જન્મ થાય કે જેનું કોઇ વારસ કે સંભાળ લેવાવાળુ કોઇ ન હોય ત્યારે તેવા બાળકને તરછોડી દેવામા  આવે છે, ત્યારે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સંચાલિત જૂનાગઢની  શિશુમંગલ  સંસ્થાના મુખ્ય દરવાજા પાસે આવા બાળકો માટે એક ‘‘અનામી પારણુ‘‘ મુકવામાં આવેલ છે.જ્યારે અસામાન્ય સંજોગોમાં એવા બાળકનો જન્મ થાય કે જેનું કોઇ વારસ કે સંભાળ લેવાવાળુ કોઇ ન હોય ત્યારે તેવા બાળકને ઘણીવાર કચરા પેટી કે એવી અવાવરુ જગ્યાએ છોડવામાં આવે છે.  જ્યાં ભુખ્યા પ્રાણીઓ તે ખોરાક સમજીને ખાય જાય કે તેને શારીરિક ઇજા થાય ત્યારે બાળકના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે.  અને ક્યારેય નવજાત બાળક મૃત્યુ પણ પામે છે.પરંતુ આવું ન થાય અને આવા દરેક બાળકને પારણા પોઇન્ટ પર છોડવામાં આવે તો રાજ્ય સરકાર તેના વાલી બનીને બાળકને યોગ્ય સારવાર, કાળજી અને રક્ષણ મળે તેવા હેતુ સાથે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ શિશુમંગલ  સંસ્થા ખાતે અનામી પારણુ મુકવામાં આવેલ છે. જે પારણામા . બાળક મુકવા આવનારનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. અને આવા બાળકોને સરકારની છત્રછાયામાં મળી શકે છે, અથવા દત્તક આપી શકાય. છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here