જુનાગઢ તા. ૨૨
વિસાવદરના નરેગાના અધિકારી ભાજપનો પ્રચાર કરતા હોવાના આક્ષેપો સાથે તેને હોદ્દા પરથી ૩ દિવસમાં સસ્પેન્ડ કરવા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીના મહામંત્રી દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધીને પત્ર એક પાઠવી જિલ્લા કોંગ્રેસ સમિતીના મહામંત્રી વી. ટી. સીડા દ્વારા આક્ષેપો સાથે રજૂઆત કરાઇ છે કે, નરેગાના અધિકારી એપીઓ હાલમાં વિસાવદર નોકરી કરતા નથી. તેમ છત્તાં ભાજપ પાટર્ી તરફ પોતાની લાગણી દર્શાવી, વિસાવદર તાલુકાના ચાવન સહિતના વિસ્તારમાં પ્રચાર અર્થે નીકળ્યા હોવાનુ નજરે આવ્યું છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતા લાગુ પડી ગઈ હતી તેમ છત્તાં અધિકારી લોકોની વચ્ચે જઇ કાર્યક્રમો યોજતા હતા. ત્યારે આ ગંભીર બાબતે જીણવટ ભરી તપાસ કરાવી કસુરવાર સામે ગુનો નોંધી દિવસ ૩ માં તેના પદ પરથી સસ્પેન્ડ કરવાની જિલ્લા કોંગ્રેસ સમિતીના મહામંત્રી વી. ટી. સીડા દ્વારા માંગ કરવામાં છે.
bjp