જૂનાગઢમાં નયના મેડમ નારી શક્તિ સંસ્થા દ્વારા ઓનલાઇન હાસ્ય દરબારનું આયોજન

0
18
Share
Share

જુનાગઢ તા.૨૯

જૂનાગઢમાં નયના મેડમ નારી શક્તિ સંસ્થા દ્વારા ૩૧ ડિસેમ્બરના રોજ ઓન લાઈન હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન કાર્યક્રમમાં સવારે ૮ થી રાત્રિના ૮ સુધી ભાગ લઇ શકાશે. ભાગ લેનાર સ્પર્ધકોને ખડખડાટ હસતા હોય તેવા વીડિયો સેન્ડ કરવાના રહેશે જેમાં સતત મોઢું જ દેખાવું જોઈએ.આ સ્પર્ધાના વિજેતાને જયેન્દ્ર જોબનપુત્રા દ્વારા ઈનામ આપવામાં આવશે.

જૂનાગઢમાં આઓ કચરે મેસે  કુછ બનાયે

વિષયની ઓનલાઇન સ્પર્ધા યોજાશે

શહેરના વંથલી રોડ ઉપર  બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આઓ કચરે મેસે  કુછ બનાયે વિષય પર વિજ્ઞાનનાં સિધ્ધાંતને આધારિત મોડેલ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાયું છે.

ઓનલાઇન યોજાતી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૩૧ ડિસેમ્બર સુધીમાં વિડીયો બનાવી

મો.નં. ૯૪૨૯૪૩૩૪૪૯  ઉપર મોકલવાના રહેશે. ગ્રૂપ-એમાં ધોરણ ૫ થી ૮ના છાત્રો, ગ્રુપ બીમા ધોરણ ૯ થી ૧૨ના છાત્રો, ગ્રુપ ત્રણમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આમ જનતા ભાગ લઇ શકશે. વિજેતા સ્પર્ધકને સર્ટિ તેમજ રોકડ પુરસ્કાર અપાશે તેમ સંસ્થાના કોઓડર્ીનેટર પ્રતાપ ઓરાએ જણાવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here