જૂનાગઢમાં ત્રણ હિંદુ અને એક મુસ્લિમ શરણાર્થીને ભારતીય નાગરિકતા અપાઇ

0
50
Share
Share

જૂનાગઢ,તા.૨૪
નાગરિકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પાકિસ્તાની શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી છે. જૂનાગઢમાં ૩ હિંદુ અને એક મુસ્લિમ શરણાર્થીને ભારતીય નાગરિકતા અપાઈ છે. અગાઉ જૂનાગઢમાંથી ૪૩ મુસ્લિમ સહિત ૪૯ શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી.
નાગરિકતા એકટ બિલ પાસ થયા બાદ જૂનાગઢ જિલ્લામાંથી ભારતીય નાગરિકતા મેળવવા માટે કુલ ૪૯ અરજી આવી છે. જેમાંથી ૪ને નાગરિકતા આપવામાં આવી છે. એકનું રજિસ્ટ્રેશન કરાયું છે, જ્યારે હજુ ૪૪ અરજીઓ પર નિર્ણય લેવાતાના બાકી છે. જૂનાગઢમાં ભારતીય નાગરિકતા મેળવવા માટે કરેલી ૪૯ અરજીઓમાંથી મોટાભાગના લગ્ન કરેલા લોકોની અરજીઓ છે. ૪૯ અરજીઓ પૈકી ૬ હિંદુ લઘુમતી સમાજની છે, જેમાં ૩ને ભારતીય નાગરિકતા આપી દેવામાં આવી છે. ૪૩ મુસ્લિમ બહુમતી સમાજની અરજીઓ છે, જેમાંથી એકને નાગરિકતા અપાઈ છે, બાકીની અરજીઓ પર અભ્યાસ ચાલું છે.
કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા કાયદામાં ફેરફાર કરાયા બાદ તેના સુધારા સામે સમગ્ર દેશભરમાંથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. તેવી સ્થિતિ વચ્ચે મળતી વિગતો અનુસાર ગુજરાતમાં વસવાટ કરતા આશરે ૧૦ હજાર જેટલા પાકિસ્તાની શરણાર્થીઓને આ સુધારાના કારણે ભારતીય નાગરિકત્વ મળશે! ગુજરાત રાજ્ય ભૌગોલિક રીતે સરહદ દ્વારા પાકિસ્તાન સાથે જોડાયેલું હોવાથી થોડા વર્ષો અગાઉ સુધી પાકિસ્તાની નાગરિકો સામાજિક પ્રસંગોપાત મૂક્ત રીતે ગુજરાતમાં અવર-જવર પણ કરી શકતા હતા.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here