જૂનાગઢમાં તહેવારોમાં ઈરાની ગેંગ સક્રિય થાય તે પૂર્વે પોલીસની પ્રજાને સાવચેતી રાખવા અપીલ

0
20
Share
Share

પોલીસના નામે ડરાવી પ્રજા પાસેથી રૂપિયા – ઘરેણાની લૂંટ ચલાવે તો પોલીસને જાણ કરવા જીલ્લા પોલીસ વડાની અપીલ

જુનાગઢ તા. ૧૧

તાજેતરમાં તહેવારોની સિઝન ચાલતી હોય, જુદી જુદી ગેંગો દ્વારા લોકોને છેતરી તેમજ ચોરી કરવાની પેરવીઓ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને પોલીસ તરીકેની ઓળખ આપી, પોલીસના સ્વાગમાં વાહન ચેકીંગના બહાને ચોરી કરવાની તેમજ દાગીના પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી ઈરાની ગેંગ પણ તહેવારોના સમયે સક્રિય બને છે.  જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તહેવારોના સમયમાં ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરી, આ સમયમાં ચોરી, લૂંટ તેમજ છેતરપીંડી કરતી જુદી જુદી ગેંગના આરોપીઓ દ્વારા આચરવામાં આવતી મોડ્‌સ ઓપરેન્ડીથી માહિતગાર કરી, સાવચેતી રાખવા માટે સચેત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર લોકોને છેતરી ગુન્હા આચરતી ઈરાની ગેંગ અંગે લોકોોોને જાગૃત કરવામાં આવી રહ્યા છેે અને ઈરાની ગેંગની મોડાસ ઓપરેન્ડી અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે કે, આ ગેંગના ઈસમો દ્વારા પોલીસ તરીકેની ઓળખ આપવામાં આવેેે છે અને સિવિલ ડ્રેસ એટલે કે સાદા કપડામાં અને ટૂંકા વાળ હોય છે.આ ગેંગ મોટી ઉંમરના વૃદ્ધ અથવા આધેડ લોકોને તથા ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરે છે, તથા અહિયાથી નજીકમાં ખૂન અથવા લૂંટનો બનાવ બનેલ છે. તમારા ઘરેણાં કાઢી નાંખો, રુમાલમાં બાંધવાનું કહી, ઘરેણા કઢાવી, રુમાલમાં મુકવાનો ડોળ કરી, નજર ચૂકવી, ઘરેણાં સેરવી લેવા અને ખાલી રુમાલ વૃદ્ધ વ્યક્તિના થેલી થેલામાં મુકી, રફુ ચકકર થઈ જાય છે. સામાન્ય રીતે મોટર સાયકલ ઉપર આવે છે,

ડબબલ સવારીમાં હોય છે, ક્યારેક બે મોટર સાયકલ ઉપર ચાર જણા પણ હોય છે.આ ઈરાની ગેંગથી સાવચેત રહેવા માટે પોલીસ સિવિલ ડ્રેસમાં હોય તો, આઈ કાર્ડ માંગવું, આઈકાર્ડ ના આપે તો, મોટર સાયકલનો નમ્બર લઈ લેવો, નજીકના પોલીસ સ્ટેશન અથવા ૧૦૦ નમ્બર ઉપર પોલીસ કંટ્રોલ રુમનો સંપર્ક કરવો. મોટી ઉંમરના વૃદ્ધા સાથે તહેવારના સમયે કોઈની સાથે રહેવું, એકલા જતા હોય તો જરુરિયાત પૂરતા સોનાના દાગીના પહેરવા, અને કોઈ જગ્યાએ ગમે તેવો ગંભીર ગુન્હો બને તો, પોલીસ દાગીના ઉતરાવતી નથી, જેથી પોલીસ દાગીના ઉતારીને જવાની વાત કરે તો, તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રુમનો સંપર્ક કરી, ડુપ્લીકેટ પોલીસ હોવાની જાણ કરવી. અને આવા લોકો રોકે અથવા ઘરેણાં ઉતારવાની વાત કરે તો, આજુબાજુના લોકોને ભેગા કરી, પોલીસને જાણ પણ કરવી હિતાવત છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here