જૂનાગઢમાં જાહેરમાં યુવતિની છેડતી કરાતાં પોલીસમાં નોંધાવાઇ ફરિયાદ

0
19
Share
Share

જૂનાગઢ, તા.૧૧

જૂનાગઢમાં મિત્રતાનો સંબંધ રાખવાની ના પાડનાર ત્યકતા યુવતીને  બાઇક પર બેસી જવાનું કહી યુવતી ને જાહેરમાં ફટકારતા ખલીલપુર રોડ ઉપર ચકચાર મચી જવા પામી હતી.

જુનાગઢના જોશીપુરા ખલીલપુર રોડ પર રહેતી એક યુવતી એ ૨૦૦૩ માં એક અન્ય જ્ઞાતિના યુવાન સાથે થયા હતા. પાંચ વર્ષ પહેલા યુવતીએ આ યુવક સાથે છુટાછેડા લીધા હતા. તેનાથી તેને એક ૧૫ વર્ષીય પુત્રી પણ છે. અને યુવતી પોતાની પુત્રી અને માતા સાથે રહે છે. જો કે આ યુવતીને ત્રણ-ચાર વર્ષથી મધુરમ બાયપાસ પર  રહેતા નિરવભાઈ  કમલેશભાઈ જોશી  સાથે મિત્રતાનો સંબંધ હતો, પરંતુ બે વર્ષથી તેની સાથે સંબંધ ન હતો. છતાં  નીરવ યુવતી સાથે સંબંધ રાખવા બળજબરી કરતો હતો.

દરમિયાન આ યુવતી ઓઘડનગરમાં રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે નિરવ બાઇક લઇને તેની પાસે આવ્યો હતો. અને રોડ પર જ થપ્પડો મારી, હાથ મરડી નાંખી, માર માર્યો હતો. જો કે આ સમયે આસપાસના માણસો ભેગા થઈ જતા, પોલીસને બોલાવતા નીરવ ઊભી પૂંછડીએ ભાગી ગયો હતો.

બાદમાં યુવતીએ બી ડિવિઝન પોલીસ મથકે જઈ શહેરના મધુરમ બાયપાસ પર  રહેતા નિરવભાઈ  કમલેશભાઈ જોશી સામે ફરિયાદ નોંધાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here