જૂનાગઢમાં કોરોનાના કેસોમાં વધતા જાહેરમાં હરવા-ફરવાના સ્થળ પર લાગ્યો પ્રતિબંધ

0
22
Share
Share

જૂનાગઢ,તા.૧૨

જૂનાગઢ શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં મહાનગર પાલિકા કમિશનરે જાહેરમાં હરવા-ફરવાના સ્થળ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે અને ચુસ્ત પોલીસ પેહરો ગોઠવી દેવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરમાં હરવા-ફરવાના જાહેર સ્થળ વિલીંગ્ડન ડેમ અને ભવનાથ વિસ્તાર છે ત્યારે શનિવાર અને રવિવારની રજામાં લોકો ખુબ આવે છે એક તરફ સારો વરસાદ થતાં વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે લોકો ખુબ મોટી સંખ્યામાં ડેમ તરફ ફરવા આવી જાય છે ત્યારે બીજી તરફ ગિરનાર તળેટીમાં આવેલ જીલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં મેળો ભરાય છે. ત્યારે ત્યાં પણ લોકો ખુબ આવે છે અને સંક્રમણ વધે જેના કારણે શહેરમાં દિવસે અને કોરોના કેસ વધી રહ્યાં છે. થોડા જ દિવસોમાં ૨૬૩ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા થઈ ગઈ છે અને ૭ લોકોના મૃત્યુ થયા છે. જેને લઈને મ્યુનિસિપલ કમિશનરે કડક અમલાવરી શરૂ કરી છે. શહેરના ભવનાથ તળેટી વિસ્તાર અને વિલીંગ્ડન ડેમ ઉપર શનિવારે અને રવિવારે કોઈ પણ લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે અને એક મહીના સુધી આની અમલવારી કરવામાં આવશે. આજે જાહેર સ્થળો ઉપર લોકોની ભીડ વધે છે જેના કારણે લોકોના સંક્રમણના લીધે કોરોના કેસ વધી શકે છે જેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here