જૂનાગઢ તા.૨૬
જૂનાગઢ પંથકની વધુ બે કિશોરીઓ ગુમ થતાં આ કિશોરી અંગે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જૂનાગઢ પોલીસ દ્વારા અનુરોધ કરાયો છે.
વંથલી તાલુકાના ધણફુલીયા ગામની ૧૭ વર્ષની કિશોરી તા. ૧૭-૧૧-૨૦૨૦ના ૪ વાગ્યા આસપાસ જૂનાગઢ શહેરના જવાહર રોડ, કડીયાવાડના નાકા પાસે વિશળવાવ ખાતેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૨.૫ ફુટ, બાંધો પાતળો અને રંગ શ્યામવર્ણ છે. ગુમ થઇ ત્યારે રાખોડી કલરનું જીન્સનું પેન્ટ તથા બ્લુ અને દુધીયા કલરની ચોકડી વાળુ ટોપ પહેર્યુ છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા એ ડીવીઝન પોલીસે જણાવ્યું છે.
જ્યારે જુનાગઢના ડુંગરપુર ગામે રહેતી ૧૭ વર્ષની કિશોરી તા.૧૫-૧૧-૨૦૨૦ના ૧૦ઃ૩૦ વાગ્યા આસપાસ ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૪-૫ ફુટ, બાંધો પાતળો અને રંગ ઘઉંવર્ણ છે. કિશોરી ગુમ થઇ ત્યારે ગુલાબી કલરનો જબ્બો તેમજ દુધીયા કલરનો પાઇજામો પહેર્યો છે. આ કિશોરીની કોઇને જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જૂનાગઢ તાલુકા પોલીસે જણાવ્યું છે.