જૂનાગઢના દામોદર કુંડ ખાતે ભાદરવી અમાસે પ્રવેશ બંધ

0
56
Share
Share

શ્રદ્ધાળુઓ સ્નાન કે પીપળે પાણી નહીં રેડી શકે

જૂનાગઢ તા.૧૭

કોવિડ-૧૯ અન્વયે ભાદરવી અમાસ નિમિત્તે તારીખ ૧૮ અને ૧૯ ઓગસ્ટના રોજ શ્રદ્ધાળુઓ માટે દામોદર કુંડ ખાતે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

આગામી તારીખ ૧૯ ઓગસ્ટના રોજ ભાદરવી અમાસ છે. ભાદરવી અમાસ નિમિત્તે દામોદર કુંડમાં યાત્રાળુઓ દ્વારા  સ્નાન કરી અને પાણી રેડવાનો અનેરો મહિમા છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દામોદર કુંડ ખાતે આવતા હોય છે.  ધાર્મિક સ્થળોએ બહોળી સંખ્યામાં લોકો એકત્ર થઇ સંક્રમણ ન ફેલાવે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી દામોદર કુંડ ખાતે ભાદરવી અમાસના રોજ સ્નાન માટે પ્રવેશબંધી કરતું જાહેરનામું જૂનાગઢ જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ તારીખ ૧૮ ઓગસ્ટ ના રોજ સાંજના ૮ કલાક થી તારીખ ૧૯ ઓગસ્ટના રોજ સાંજના ૫ કલાક સુધી જૂનાગઢ સ્થિત દામોદર કુંડ ખાતે યાત્રાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here