જુનાગઢ તા. ૨૨
જૂનાગઢમાં સતત ૬ કલાક સુધી પાણી પણ પીધા વગર ૫ થી ૧૧ વર્ષના બાળકોએ સ્કેટીંગ સ્પર્ધામાં ઉત્સાહભેર સ્કેટીંગ કરી ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ દજર્ કરીી
જૂનાગઢના ગૌરવ અપાવ્યું હતું.
જૂનાગઢમાં રવિવારે ચોબારી રોડ સ્થિત શ્રીનાથજી પાર્કમાં સ્કેટીંગની સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ૫ થી ૧૧ વર્ષની આયું ધરાવતા બાળકો ઠુંબર રાધેય, રાજા નવ્યા, વાજા હેત્વી, વસાણી ધ્યેય, ચૌહાણ કુંજ, કોરડીયા પરી, ફળદુ દેવ, લોઢિયા હર્ષ, ગોહિલ કેવલ્ય, હરિયાણાવાલા અમ્માર, ધાનાણી માનસી અને પટેલ કુશલ એ સવારના ૫ઃ૦૦ વાગ્યાથી ૧૧ઃ૩૦ વાગ્યાા સુધી સતત ૬ કલાક પાણી પણ પીધા વગર ભાગ લીધો હતો.
સતત ૬ કલાક સુધી પાણી પણ પીધા વગર ૫ થી ૧૧ વર્ષના બાળકોએ સ્કેટીંગ સ્પર્ધામાં ઉત્સાહભેર સ્કેટીંગ કરતા જૂનાગઢના આ ૧૨ બાળકોનો રેકોર્ડ ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ દજર્ થયો હતો.
આ બાળકોને શિવ સ્કેટીંગ ક્લાસીસના કોચ કિર્તિબેન ધાનાણી દ્વારા તાલીમ અપાઈ હતી.