જૂનાગઢઃ હાઈકોર્ટના હુકમ બાદ ઈટાવાની યુવતિ તેના પ્રેમીને સોંપતી પોલીસ

0
26
Share
Share

જુનાગઢ તા. ૧

સોશિયલ મીડિયા દ્વારા ઉત્તર પ્રદેશના ઇટાવાની યુવતી જૂનાગઢ ખાતેના એક જુવાનના પ્રેમમાં પડેલી, જેને યુપી પોલીસ પરત ઉત્તરપ્રદેશ લઈ ગયેલ હતી. પરંતુ  હાઇકોટર્માં અરજી કરતા હાઇકોટર્ેના હુકમના આધારે જૂનાગઢ પોલીસ દ્વારા યુવતીને યુપી થી પરત લાવી યુવકને સોંપાતા જૂનાગઢના જુવાનને તેની પ્રેમિકા પરત મળી હતી અને યુવક અને યુવતીનું મિલનનું પુનઃ મિલન થયું હતું.

સોશીયલ મીડિયા પર પાંગરેલ પ્રેમીઓની કહાની જોઈએ તો, ઉત્તર પ્રદેશ રાજ્યના ઇટાવા, રતન નગર ખાતે રહેતા સુંદરસિંગ યાદવની ૨૧ વર્ષીય પુત્રી રીંકીને જૂનાગઢના દિપાંજલી સોસાયટી, દ્વારકાધીશ એપાટર્મેન્ટ ખાતે રહેતા આરોપી હેમંત વાસુદેવભાઈ જાની (ઉવ. ૨૯) ને શોસિયલ મીડિયાના માધ્યમ થી પ્રેમ થઈ ગયો અને રિંકીને એટલો બધો પ્રેમ થઈ ગયો કે, તે હવે હેમંત વગર રહી શકે તેમ ન હતી ત્યારે, આ રિંકી પોતાના ઘરેથી કોઈને કહયા વગર જૂનાગઢ આવવા નીકળી ગઈ હતી, અનેે જૂનાગઢ આવી, હેમંત સાથેેે લિવ ઇન રિલેશનશિપ ના કર કરીી લીધા. અને તેના પ્રેમી સાથે ખુશી અનેે પ્રેમમાંથી જીવન જીવી રહી હતી.

બીજી બાજુ પોતાના ઘરે કોઇને કહ્યા વગર રિન્કી ઘરેથી નીકળી જતા સેકસી તેના પિતા સુંદરસિંગ યાદવ દ્વારા યુપી પોલીસમાં પોતાની દીકરી રીંકીના અપહરણ અંગે ફરિયાદ કરવામાં આવેલ હતી, અને યુ.પી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં ટેક્નિકલ સોર્સના આધારે મળેલ માહિતી આધારે યુપી પોલીસ અપહૃત રીંકી યાદવના ઘરના સભ્યો સાથે જૂનાગઢ ખાતે તપાસમાં આવી, સ્થાનિક પોલીસની મદદ લઇ, હેમંત વાસુદેવભાઈ જાની તથા રીંકી સુંદરસિંગ યાદવ ને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. પરંતુ યુવક યુવતી બંને લિવ ઇન રિલેશનશીપ કરાર કરીને રહેતા હતા. જેની કાર્યવાહી બાદ યુપી પોલીસ દ્વારા અપહૃત રિન્કીને તેના પિતાના ઘરે અને હેમંત જાનીને મુક્ત કરવામાં આવેલ હતો.પરંતુ પોતાની પ્રેમિકાને પોતાનાથી વિખૂટી પાડતા જૂનાગઢના જુવાન હેમંત જાની દ્વારા ગુજરાત હાઇકોટર્ મા હેબિયર્સ કોર્પસ દાખલ કરી, પોતાની પ્રેમિકા રીંકી યાદવને સોંપવા માટે વિનંતી કરવામાં આવેલ હતી. ત્યારે હાઇકોટર્ે હુકમ કરતાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા  ઉત્તરપ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે જાતે સંકલન કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. કે.એસ.ડાંગર તથા સ્ટાફની એક ટીમ તાત્કાલિક ઉત્તરપ્રદેશ ખાતે મોકલી આપી, રીંકી યાદવનો કબ્જો મેળવી, યુવતીએ નામદાર હાઇકોટર્ સમક્ષ રજૂ કરતાં રિન્કી એ પોતાના પ્રેમી હેમંત જાની સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરતા, નામદાર ગુજરાત હાઇકોટર્ના હુકમ આધારે તેના પ્રેમી હેમંત જાનીને સોંપવા હુકમ કરતા, સી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા યુવતી રીંકી યાદવને જૂનાગઢના હેમંત જાનીને સોપવામાં આવેલ હતી. અને બે વિખૂટા પડેલા યુવા પ્રેમીઓનું પુનઃ મિલન થયું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here