જૂનાગઢઃ સ્વામિનારાયણ મંદિરમાં વહિવટ અંગે તાળા તોડીને પ્રવેશવા મામલે તપાસનો હાઈકોર્ટનો આદેશ

0
23
Share
Share

જુનાગઢ તા. ૧૧

જૂનાગઢના જવાહર રોડ સ્થિત મુખ્ય સ્વામિનારાયણ મંદિરના વહીવટ અંગે ચાલી રહેલ વિવાદમાં હાઈકોટર્ે લોક ડાઉન દરમિયાન ચૂંટાયેલા ટ્રસ્ટીઓને બાનમાં લઇ ઓફિસના તાળા તોડી વહીવટ સંભાળી લેવા બાબતે હાઇકોટર્માં થયેલી અરજીના પગલે એસપી દ્વારા આ ઘટનાની તપાસ કરવાની અને ચેરિટી કમિશનર જૂનાગઢ દ્વારા થયેલા આદેશ ઉપર જોઈન્ટ ચેરિટી કમિશનર રાજકોટને તાત્કાલિક અપીલ ચલાવી લેવા આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢના જવાહર રોડ સ્થિત  મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વહીવટ બાબતે વિવાદો ચાલી રહ્યા છે, અને ચૂંટણી બાદ કંઈક નવા વિવાદો થતા રહે છે, જે દરમિયાન ગત તા. ૩૦/૫/૨૦ ના રોજ ચૂંટાયેલા ટ્રસ્ટીઓને બાનમાં લઈને આજ સંપ્રદાયના ૨૦૦ થી ૩૦૦ સંતો દ્વારા મંદિર બંધ હતું ત્યારે પોલીસ અને સરકારી કર્મીનો સહયોગ લઇને ઓફિસના તાળા તોડી વહીવટ સંભાળી લેવાયો હતો તેમ જણાવી મંદિરના ટ્રસ્ટના ચેરમેન રતિલાલભાઈ તથા કોઠારી પ્રેમ સ્વરુપ દાસજી દ્વારા ગુજરાત હાઇકોટર્માં અરજી થવા પામી હતી.

જે અરજીના પગલે ગુજરાત હાઇકોટર્ દ્વારા લોક ડાઉન દરમિયાન બનેલી આ ઘટનાની એસપી દ્વારા તપાસ થાય તેવા આદેશ કરવામાં આવ્યા હોવાનું તથા નાયબ ચેરિટી કમિશનર જૂનાગઢ દ્વારા જે તે વખતે જે આદેશ થયેલ છે તેમના ઉપર તાત્કાલિક અપીલ ચલાવી લેવા ગુજરાત હાઇકોટર્ે હુકમ કરેલ હોવાનું જાણવા મળેલ છે.

અત્રે નોંધનીય છે કે, જવાહર રોડ સ્થિત સુવર્ણ શિખરબંધ મુખ્ય સ્વામિનારાયણ મંદિર ઇતિહાસની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે અને અહીં ભગવાન સ્વામિનારાયણ પધારેલા હોવાની સાથે અનેક ધાર્મિક બાબતો આ મંદિર સાથે જોડાયેલ છે ત્યારે આ મંદિરનો વહીવટ હડપ કરવા માટે આ મંદિરના ટ્રસ્ટીઓ તથા દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદો સજરતા રહે છે અને આ બાબત અવાર-નવાર પોલીસ દફતરે અને અદાલત સુધી પહોંચવા પામેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here