જૂનાગઢઃ સરગવાડા ગામ નજીક વિદેશી દારૂની ૪ પેટી સાથે શખ્સ ઝબ્બે

0
14
Share
Share

જૂનાગઢ, તા.૧૫

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનથી ૩ કિ.મી. દૂર સરગવાડા ગામની નદીના વોંકળા પાસેનાં શંકરદાદાના મંદિર પાસેથી જૂનાગઢ ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે તા. ૧૩-૯ની રાત્રિનાં ૮.૪૫ કલાકે રેડ કરતાં ચાર પેટી (૪૮ બોટલ) કિ. ૧૯,૨૦૦ સાથે આરોપી અશોક ઉર્ફે બકાલી કરમશી સોલંકીને દબોચી લીધો હતો. તેમની પાસેથી ચાર મોબાાઈલ મળી કુલ ૨૫,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પૂછપરછમાં ભુપત મુળુ રબારી રહે.સરગવાડ,કાનો ઉર્ફે જેકી, લખન મેરુ રબારી રહે. ગીરનાર દરવાજા અને કરણ ઉર્ફે કાલીયો રહે. જૂનાગઢના નામ ખુલવા પામ્યા છે. તાલુકા પીએસઆઈ એલ.એન. સગારકાએ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here