જૂનાગઢઃ શાળા માંથી ૧૭ મોનિટર તથા ૪ સીપીયુની ઉઠાંતરી

0
23
Share
Share

જૂનાગઢ, તા.૨
જૂનાગઢની મધુરમ વિસ્તારમાં આવેલી મૌલિક શૈક્ષણિક સંકુલમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ કોમ્પ્યુટર લેબનું તાળું તોડી સિપિયુ તથા મોનિટર ચોરાયાની સીસીટીવી કેમેરામાં નજરે ચઢેલા અજાણ્યા બે શખ્સો સામે સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતા સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે સી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મધુરમ વિસ્તારમાં આવેલ મૌલિક સ્કૂલ માં તારીખ ૨૮ ઓગસ્ટના રોજ અજાણ્યા બે શખ્સોએ સ્કૂલની કોમ્પ્યુટર લેબનું તાળું તોડી કોમ્પ્યુટરના ૧૭ મોનીટર તથા ૪ સીપીયુ સહિત કુલ ૩૪ હજારની મતા ચોરી ગયાની પોલીસ ફરિયાદ મૌલિક સ્કૂલના સંચાલક શ્વેતાંગ વૈષ્ણવે નોંધાવી હતી. સંચાલક દ્વારા શાળાના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અજાણ્યા બે ઈસમો દ્વારા ચોરી કરી હોવાનું સીસીટીવી ફુટેજમાં નજરે ચડતા સી ડિવિઝન પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે આ અંગે વધુ તપાસ સી ડિવિઝન પોલીસના ડાંગર ચલાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here