જૂનાગઢઃ લોનની લાલચ આપી રૂ.૫.૨૫ લાખની છેતરપિંડી આચરનાર શખ્સ ઝડપાયો

0
17
Share
Share

જૂનાગઢ, તા.૧૮

ગોમતીબેન ઉર્ફે ગીતાબેન રમેશભાઈ ચૌહાણ રહે. દાસારામ સોસાયટી, નેમિનાથ નગર, દોલતપરા, જૂનાગઢ દ્વારા આરોપી પ્રદીપ વિરાભાઈ ખાવડુ (રહે.મેંદરડા) આરોપી પ્રદીપ વિરાભાઈ ખાવડું દ્વારા ફરિયાદી ગોમતીબેન ઉર્ફે ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી, પિયુશકુમાર ઠુમ્મર ખોટું નામ આપી, યશ ફાઇનાન્સ નામની કંપનીમાં રુ. ૧૦,૦૦૦/- ના પગારથી એજન્ટ તરીકે નોકરી ઉપર રાખી, પર્સનલ, મોર્ગેઝ, જમીન, તબેલા, મરઘા કેન્દ્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના, જેવી લોન લેવા ઇચ્છુક વ્યક્તિઓને શોધી, લોન અપાવવાની લાલચ આપી, લોન અપાવવા પેટે દસ દસ હજાર રુપિયા ઉઘરાવી, એસબીઆઈ મેંદરડા ખાતેના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી, કુલ રુ. ૫,૨૩,૭૦૦/- ઉઘરાવી, લોન નહીં આપી તેમજ રકમ પણ પાછી નહી આપી છેતરપીંડી વિશ્વાસધાત કરવામાં આવતા, ફરિયાદીની ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. જેની  તપાસમાં એસબીઆઈ બેન્ક એકાઉન્ટ આધારે તપાસ કરવામાં આવતા, આરોપી પ્રદીપ વિરાભાઈ ખાવડું નું મેંદરડા ખાતેથી સરનામું મળેલ હતું. ત્યારબાદ મેંદરડા તેના રહેણાક મકાને તેના બીમાર માતાપિતા મળી આવેલ અને આરોપી ઘણા સમયથી રખડતો ભટકતો હોઈ, આરોપીના નામ આધારે પોકેટ કોપ એપ્લિકેશનમા સર્ચ કરવામાં આવતા, મેંદરડા ખાતે દારુ પીવાના કેસમાં તથા બી ડિવિઝન ખાતે કેફી પીણું પી ને વાહન ચલાવવાના કેસમાં ભૂતકાળમાં પકડાયેલ હોઈ, જેના આધારે આરોપીનો ફોટોગ્રાફ મળતા, ફરિયાદી તથા સાહેદોને બતાવતા ઓળખી બતાવેલ હતો.

ઉપરાંત, તપાસમાં રહેલ એ ડિવિઝન પોલીસ ટીમને ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના હે.કો. કમલેશભાઈ મારફતે મળેલ માહિતી આધારે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી પ્રદીપ ઉર્ફે પપ્પુ વિરાભાઈ ખાવડું ઉવ. ૩૬ હાલ રહે. જોશીપુરા, નોબલ સ્કૂલ પાસે, સૂર્યનાગર સોસાયટી, જૂનાગઢ મૂળ રહે. મેંદરડા, સાસણ રોડ, જી.પી.હાઈસ્કૂલ સામે, જી. જૂનાગઢને જોશીપુરા વિસ્તારમાથી રાઉન્ડ અપ કરી, પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ આરોપી પ્રદીપ ખાવડુંના કબજામાંથી રોકડ રકમ રૂ. ૨ ,૩૨,૦૦૦/ – હોંડા એવીએટર મોટર સાયકલ કાર, સહિતના વાહનો, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, રેશનકાર્ડ, બેન્ક પાસબુક, કોરા ચેક,લેપટોપ, મોબાઈલ ફોન, વાહનોની આરસી બુક, વિગેરે સહિતનો આશરે કુલ રુ. ૫, ૬ ૪ ૮૨૦ નો મુદામાલ પણ કબજે કરવામાં આવેલ છે.પ્રદીપ વિરાભાઈ ખાવડુંની પૂછપરછ કરતા, પોતાના માતા પીતાની તબિયત સારી ના રહેતી હોય, પોતાની પત્ની અને દીકરો પણ પોતાને એકાદ વર્ષથી છોડીને ચાલ્યા ગયા હોય, પોતાને રુપિયાની જરુરિયાત ઉભી થતા, લોકો પાસેથી લોન અપાવવાના બહાને રુપિયા ઉઘરાવ્યાની કબૂલાત કરવામાં આવેલાની કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ઘણા સમયથી નામ બદલાવીને જોશીપુરા વિસ્તારમાં રહેતો હતો. હાલમાં આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી, આરોપીને અટક કરવામા આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here