જૂનાગઢઃ લારીમાં શાકભાજી-ફળો વેંચી કાઉન્સીલની નીતિનો વિરોધ કરતા વકીલો

0
10
Share
Share

જુનાગઢ તા. ૨૪

ગુજરાતભરમાં અને દેશમાં કોરોના મહામારીના પગલે બંધ રહેલી અદાલતો અને કાનૂની કાર્યવાહીને લઇને સમગ્ર દેશના ધારાશાસ્ત્રીઓ માટે મોટી આર્થિક સમસ્યાનો આ કટોકટી કાળ ચાલી રહ્યો છે. રાજ્યભરના વકીલોએ બાર એસો.ના ભંડોળમાંથી જરુરિયાતમંદ વકીલોને આર્થિક સહાયની માંગ કરી હતી.

દરમિયાન દેશના બાર એસોસિએશન દ્વારા બાર એસોસિયેશનના સભ્યો હોય તેવા વકીલોને રોજગારી માટે વેપાર વ્યવસાય અને વૈકલ્પિક નોકરી-ધંધાની પરવાનગી આપવાનું ઠરાવાયું છે, જે અત્યાર સુધી બારના સભ્યોને અન્ય ધંધા કે નોકરી કરવાની પરવાનગી મળતી ન હતી, બાર એસોસિએશન દ્વારા આપવામાં આવેલી આ છૂટને લઈને હવે બારના નોંધાયેલા વકીલ સભ્યો અન્ય નોકરી-ધંધા  કરી શકશે તેવું ઠરાવવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ બાર એસોસિએશનના સેક્રેટરી અને અગ્રણી વકીલ જયદેવ જોશીની અધ્યક્ષતામાં  બાર કાઉન્સિલની આ નીતિનો વિરોધ કરવા નવતર પ્રકારનો કાર્યક્રમ યોજ્યો હતો, વકીલોએ જૂનાગઢમાં જાહેરમાં લારીમાં ફ્રૂટ અને શાકભાજી, સિંગ દાળિયા વેચવાનું પ્રતીકાત્મક ધંધો કર્યો હતો.

જૂનાગઢના ધારાસભ્ય જયદેવ જોષીના જણાવ્યા અનુસાર, બાર કાઉન્સિલ પાસે વકીલો દ્વારા આપવામાં આવતી ફીના કરોડો રુપિયાનું ભંડોળ વકીલોના વિકાસ માટે ભેગું થયું છે, તે ભંડોળ અત્યારની પરિસ્થિતિમાં કામ ધંધા વગરના અને આર્થિક મુશ્કેલીમાં આવેલા વકીલોને સહાયના રુપમાં આપવા જોઈએ, વકીલોને બારના ભંડોળમાં કરોડો રુપિયાની અનામત પૂરતી હોવા છતાં વકીલોને કોઈ પણ ધંધો કરી લેવાની છૂટ આપીને વકીલ સાથે મોટો અન્યાય કરવામાં આવી રહ્યો છે, ત્યારે જૂનાગઢના વકીલોએ બારની નીતિ રીતિ સામે નવતર વિરોધ કરવા માટે લારીમાં ફ્રૂટ અને શાકભાજી વેચાણ કર્યું હતું. વકીલોના આ નવતર પ્રયોગો અને વિરોધને પગલે લોકોની ભીડ જમા થઇ ગઇ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here