જૂનાગઢઃ યુવતિને પ્રેમ જાળમાં ફસાવી પરિણીત પ્રેમી સહિતનાંઓએ આપી ધમકી

0
78
Share
Share

જૂનાગઢ, તા.૨૩

જૂનાગઢની એક યુવતીને જૂનાગઢના એક યુવક સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો અને આ યુવતી સાથે યુવકે તેના લગ્ન છુપાવી યુવતીને અનેક સ્થળોએ ફરવા પણ લઈ ગયો હતો. ત્યારે યુવતી પણ પ્રેમમાં અંધ બની ગઈ હતી અને બંને તમામ મર્યાદાઓ ઓળંગી ગયા હતા.

બાદમાં આ યુવતી જૂનાગઢ આવી હતી. અને તેના પ્રેમીને એક યુવતીસાથે બાઈક ઉપર જોઈ જતા આ પ્રેમી યુવતીને શંકા ગઈ હતી. અને તેમણે યુવક પાસે ખુલાસો પૂછતા બાઈક પર બેઠેલી તેમની મામાની દીકરી હોવાનું જણાવ્યું હતું પરંતુ આ યુવતીએ તપાસ કરતા આ યુવકના લગ્ન થઈ ગયા હોવાનું અને બે બાળકો પણ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આ યુવતીએ યુવક સાથે છેલ્લા છ માસથી સંબંધ તોડી નાખ્યો હોવાનું  જણાવી રહી છે.

આ દરમિયાન યુવકના પરિવારજનોને અમદાવાદમાં અભ્યાસ કરતી જૂનાગઢની યુવતી સાથેના પ્રેમસંબંધેની જાણ થઈ જતા યુવક તથા તેના પરિવાજનોએ ધમકી આપવાનો શરૂ કયું હતું. અને સંબંધની કયાંય વાત કરીશ કે ફરિયાદ કરીશ તો તને મારી નાખશું તેવી ધમકી આપતા જૂનાગઢની યુવતી રેખાબેન જેન્તીભાઈ ઝિંઝુવાડીયા (ઉંમર વર્ષ ૨૩) એ જૂનાગઢ શહેરના દિપાંજલી વિસ્તારમાં રહેતા કેતન નામના યુવક તથા તેમના પરિવારના સભ્યો તથા અન્ય બે મિત્રો સામે ધમકી આપ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જૂનાગઢ પોલીસે યુવતીની ફરિયાદના આધારે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here