જૂનાગઢઃ માંગરોળ રોડ પર કારે માતા-પુત્રીને હડફેટે લેતા માતાનું મૃત્યુ

0
12
Share
Share

જુનાગઢ તા. ૧૧

માંગરોળ વેરાવળ રોડ ઉપર એક કારચાલકે પોતાની કાર પૂરઝડપે ચલાવી રોડ ક્રોસ કરતા મહિલા અને તેની દીકરીને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતું.

માંગરોળ વેરાવળ રોડ ઉપર ફકીરા હોટલ સામે રોડ પરથી ગઈકાલે બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં માંગરોળના જગદીશભાઇ જેન્તીભાઇ ઉગરેજીયાના બહેન રેખાબેન તથા ભાણેજ રીનાબેન રસ્તો ક્રોસ કરતા હતા એ દરમિયાન ફોર વ્હીલ ગાડી નંબર જીજે ૧૬ બીબી ૦૪૦૫ ના ચાલકે પોતાની કાર પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી રેખાબેન અને તેની દીકરીને હડફેટે લેતા રેખાબેનનું મોત નિપજ્યું હતું તથા દીકરીને ઇજા પહોંચી હતી.

રાજીવનગરની મહિલાનો આપઘાત

જુનાગઢ શહેરના રાજીવનગર અખંડ સોભાગ્ય વાડી સામેની ગલીમા માવતર ધરાવતા અનીશાબેન રજાકભાઇ સુમરા (ઉવ. ૨૩) એ તેના માવતરના ઘરે પોતાની મેળે દુપટ્ટા વડે ઘરમા પીઢીયા વડે ગળાફાંસો ખાય લેતા, પોલીસે પરિણીત મહિલાના આપઘાત અંગે જીનવતભરી તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here