જૂનાગઢઃ મહિલા સાથે સંબંધબાંધી રૂપિયા ઉધાર લઈ બદનામ કરવા ધમકી આપતો શખ્સ

0
20
Share
Share

જૂનાગઢ, તા.૧૬

જુનાગઢ ધારાગઢ દરવાજા ગેબનશાપીરની દરગાહ પાસે માત્રી મંદિરની પાછળ રહેતા સબાનાબેન રૂહીમભાઇ સાલમભાઇ (સીદી બાદશા) ઉ.વ.૪૦ અને મુળ વિજાપુર હાલ ભરૂચ ખાતે ભાગના મકાનમાં રહેતો જાકીર હુસેન ફકીર મહમદ મકવા એ મહિલા સાથે ફેસબુકમાં વાતો કરતા હોય બંને વચ્ચે ફ્રેન્‌ડશીપમાં મહિલા પાસેથી હાથ ઉછીના પૈસા લીધેલ જે નાણાની મહિલાએ ધંધા માટે ડીસીએસ ગાડી લેવા માટે બેન્કમાંથી લોન માટે કહેતા મહિલાએ લોન લેવાનીના પાડતા અને પોતાના નાણા ઉછીના માંગતા તે પૈસા પરત આપવાનો નથી

તેમ આરોપી જાકીર હુસેને કહેલ કે નાણા પરત માંગીશ તો હું તને બદનામ કરી દઇશ તેવી ધમકી આપી મહિલાના પતિના ફોટા તથા તેના દિકરા આકીબના ફોટા મહિલાના જોઇન્ટ ફોટા અને આરોપી સાથે પાડેલ જોઇન્ટ ફોટા વિગેરે શેર કરી તેમાં મહિલા વિષે બિભત્સ લખાણ લખી ફોટા તથા પોસ્ટો શેર કરી જાતીય સતામણી કરી બદનામ કરી ધમકી આપ્યાની ફરીયાદ એ ડીવીઝનમાં નોંધાવતા પીએસઆઇ આર.જી.ચૌધરીએ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here