જૂનાગઢઃ બીકેએનએમ યુનિ.માં પ્રવેશ પ્રક્રિયા તથા સર્ટી.ની માંગ સાથે એનએસયુઆઈનું આવેદન

0
19
Share
Share

જુનાગઢ તા. ૧૨

જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બીએસસીમાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા અને ડિગ્રીના સર્ટિફિકેટ આપો તેવી માંગ સાથે એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

યુની.ને અપાયેલ આવેદન પત્ર અંગે જૂનાગઢ જિલ્લા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ યુગ પુરોહિતના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને બીએસસીમાં પ્રવેશ મળે તે માટે ફરી એડમિશન પ્રક્રિયા શરુ કરવા માટે ગઈકાલે નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજીસ્ટાર સોનીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં હજુ સુધી યુનિવર્સિટી દ્વારા છાત્રોને ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી તે પણ સત્વરે આપવા માંગ કરાઇ છે અને  વિદ્યાર્થીઓના હિતમાં એનએસયુઆઇએ આપેલ આવેદનપત્રમાં કરાયેલી માંગ નહીં સંતોષાય તો છાત્રોને સાથે રાખી એનએસયુઆઇ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે.

આવેદન આપતી વેળાએ જૂનાગઢ જિલ્લા એન.એસ.યુ.આઈ ના પ્રમુખ યુગ પુરોહિતની સાથે રવિરાજ કાઠી, યશ ગોહિલ, હર્ષદ ગઢવી, નીલ પારેખ સહિતના વિદ્યાર્થી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here