જૂનાગઢઃ બાર કિલો ગાંજાના વાવેતર સાથે શખ્સ ઝડપાયો

0
22
Share
Share

જૂનાગઢ, તા.૧૧

જુનાગઢ તાલુકાની હદમાં ૧૭ કિ.મી. દુર પાટવકોઠા સરકડીયા હનુમાનજીના રસ્તે ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસેના રવેચી માતાજીના મંદિરમાં રહેતા જયભારતી ઉર્ફે ચારણ માત્મા ગુરી રામપ્રકાશ ભારતી (ઉ.વ.૫૦) જેનું મુળ નામ ખીમાભાઇ પુનાભાઇ ગુજરીયા ચારણના કબ્જામાં વાવેતર કરેલ ૮ છોડ ગાંજાનામાંથી ૧૨.૧ કિલોગ્રામ ગાંજો કિમત રૂા. ૧,૨૦,૧૦૦નો મુદ્દામાલ એસઓજીના પી.આઇ. જે.એમ.વાળા અને સ્ટાફે ગત સાંજે ૬.૩૦ કલાકે પકડી પાડી સાધુ જયભારતીય ઉર્ફે ચારણ માત્મા ગુરી રામપ્રકાશભારતીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. એન.ડી.પી.એફ. એક ૪(બી), ૨૦(એ), ૨૨(બી) મુજબ નોંધી તાલુકા પીએસઆઇ આર.એ.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here