જૂનાગઢ, તા.૧૩
વંથલી કાળવા ચોકથી માણાવદર રોડ સુધીની ટ્રાફીક સમસ્યાને હલ કરવા વર્ષો જુની કોંગ્રેસની બાયપાસની માંગણીને વંથલી દીલાવરનગરથી માણાવદર રોડ સુધીનો બાયપાસનો પ્રશ્ન વિસાવદરના જાગૃત ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ જિલ્લા ફરીયાદ સમિતીમા મુકવાથી તે બાયપાસની નવેસરથી પથરેખા મોજણીની કમાગીરી થયા બાદ તાકીદે બાયપાસનો પ્રશ્ન હલ કરવામાં આવશે તેવી સંબંધિત માર્ગ અને મકાન વિભાગે ખાતરી આપી. હોવાનું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વી ટી. સીડાએ જણાવ્યું હતું.