જૂનાગઢઃ ગિરનાર ખાતે માં અંબાજીની મહાપૂજા અને દત્ત યજ્ઞનું આયોજન

0
22
Share
Share

દત્ત જયંતિના પવિત્ર પ્રસંગે સવારે ૯ઃ૩૦ થી બપોરના ૧૨ઃ૩૦ દરમિયાન પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે

જૂનાગઢ, તા.૨૭

જૂનાગઢ નજીક આવેલા પવિત્ર ગરવા ગિરનાર એટલે તેત્રીસ કરોડ દેવતાનો જયાં વાસ થાય છે અને સિદ્ધ પુરુષો, સંતો, ઓલીયાઓ જ્યાં બિરાજે છે અને જગત જનની માં અંબાજીના બેસણા છે તેમજ ભગવાન ગુરુદત્તની જ્યાં પવિત્ર ભૂમિ આવેલી છે તેવા ગિરનાર ક્ષેત્રમાં આગામી મંગળવારે દત્ત જયંતિના પવિત્ર પ્રસંગે માં અંબાજીની મહાપૂજા અને દત્ત યજ્ઞના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત ઉપર બિરાજમાન અંબાજી શક્તિપીઠ ખાતે મંગળવાર તા. ૨૯/૧૨/૨૦ ના રોજ માગશર સુદ પૂર્ણિમા દિવસે દત્ત જયંતિની ઉજવણીના પવિત્ર પ્રસંગે માં અંબાજીની મહાપૂજા તથા જીર્ણોદ્વાર કરવામાં આવેલી નૂતન યજ્ઞશાળામાં દત્ત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે વિગત આપતા મહંત મોટાપીર બાવા તનસુખગીરી મહારાજ અને મહંત નાના પીર બાવા ગણપતગીરી મહારાજ જણાવે છે કે, આ ધાર્મિક અનુષ્ઠાનનો પ્રસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ સ્વરુપે મોકલવામાં આવશ.ે આ ધાર્મિક સમારંભમાં ઉપસ્થિત રહેનાર તમામ શ્રદ્ધાળુઓને બંને મહંતોએ સરકારના કોવિડ ૧૯ ના નિયમ મુજબ ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે. આ સમારંભ સવારે ૯ઃ૩૦ થી બપોરના ૧૨ઃ૩૦ દરમિયાન અંબાજી મંદિર ગિરનાર જૂનાગઢ ખાતે યોજાશે.

જૂનાગઢઃ દાતારબાપુના દર્શને ડો.કથિરીયા

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની જગ્યામાં ગોવ સેવા આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. વલ્લભભાઇ  કથીરીયાએ દાતાર બાપુના દર્શન કરી જગ્યાના મહંત ભીમ બાપુના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે દાતારના સેવક પ્રકાશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here