જૂનાગઢઃ ગલિયાવડ ગામે એક લાખની છેતરપિંડીનો આરોપી સુરતથી ઝડપાયો

0
24
Share
Share

જૂનાગઢ, તા.૧૫

જૂનાગઢ તાલુકાના ગલિયાવડ ગામે રહેતા ફરિયાદી પ્રવીણભાઈ ગોપાલભાઈ બુટાણીએ આરોપી રોહિતભાઈ બેચરા વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાને આરોપીએ પેન્સિલ બનાવવાનું મશીન આપી, જોબવર્ક આપવાની લાલચ આપી, રુપિયા એક લાખની છેતરપીંડી કર્યા અંગેની ફરિયાદ કરવામાં આવતા, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેતરપીંડી વિશ્વાસઘાત અંગે નોંધાયેલી ફરિયાદ અંતર્ગત હાથ ધરી હતી.  પોલીસ વડા રવિ તેજા વા સમ શેટ્ટી ના આદેશને પગલેજૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એસ.એન.સાગરકા તથા સ્ટાફના હે.કો. આર.એ.બાબરીયા, નાથાભાઇ પો.કો. દેવેનભાઈ, લખમણભાઈ, નરેન્દ્રભાઈ, જૈતાભાઈ, સહિતની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી, ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ  સેલના હે.કો. કમલેશભાઈ દ્વારા ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી આધારે આરોપી રોહિત બેચરા સુરત ખાતે હોઈ, સુરત તપાસ દરમિયાન આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવેલ હોઈ.

જેની મદદથી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી રોહિત મનસુખભાઇ બેચરા જાતે પટેલ ઉવ. ૩૭ રહે. ૨૦૫ ધારા કોમ્પ્લેક્સ, કુબેર પાર્ક, વેડ રોડ, સુરતને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી રોહિત મનસુખભાઇ બેચરા જાતે પટેલની સઘન પૂછપરછ કરવામાં આવતા, પોતે મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઇન્દ્રા ગામનો રહેવાસી છે અને પોતાને જે પાટર્ી મશીન સપ્લાય કરતી હતી, તે પાટર્ીએ પોતાની સાથે ત્રણ ચાર મહિના મશીન સપ્લાય કરેલ અને જોબ વર્ક પણ આપેલ હતું. પરંતુ, ચાર મહિના બાદ એ પાટર્ી બધુ છોડીને નીકળી જતા, પોતે ફરિયાદીને મશીન આપવામાં તથા જોબ વર્ક આપવામાં વચ્ચે હોઈ, પોતાની સાથે પણ ૧૫ લાખ જેટલા રુપિયાનું ચિટિંગ થઈ જતા, પોતાની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગયેલ હતી.

જેથી ફરિયાદીને પોતે રુપિયા આપી શકેલ ના હતો. ફરિયાદી સિવાય અન્ય લોકોને પણ પોતે પેન્સિલ મશીન સપ્લાય કર્યાની પણ કબૂલાત આરોપી દ્વારા કરવામાં આવેલ છે. પોતાને આ ધંધામાં ખોટ જતા, પોતે હાલ જમીન મકાનની દલાલી કરતો હોય, તમામ લોકો ને રુપિયા પરત ચૂકવવા તૈયારી પણ બતાવી હતી… પકડાયેલ આરોપી રોહિત મનસુખભાઇ બેચરા જાતે પટેલની વધુ પૂછપરછ હાથ ધરી, પોલીસ રીમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન.સગારકા, હે.કો. આર.એ.બાબરીયા સહિતના સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here