જૂનાગઢઃ કોરોના થી પુત્રનાં મોત થી લાગી આવતાં પિતાનું હાર્ટએટેકેથી મોત

0
61
Share
Share

જૂનાગઢ, તા.૩૦

જૂનાગઢમાં બે દિવસ પહેલા જ કોરોનાને કારણે નવા નાગરવાડામાં રહેતા યોગેશભાઇ દવે (ઉ.વ.૫૧)ના નિધન બાદ આજે તેના પિતાનું પણ હૃદયરોગના હુમલાને કારણે મોત નિપજતા દવે પરિવાર તેમજ બ્રહ્મસમાજમાં શોકનો માહોલ છવાયો છે.જૂનાગઢના નવા નાગરવાડા વિસ્તારમાં શેરી નં.૩, આશુતોષ એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશભાઇ દવે (ઉ.વ.૫૧)નું કોરોનાને કારણે નિધન બાદ તેમના પિતાનું પણ હૃદય રોગના હુમલાને કારણે મોત નિપજતાં પુત્ર બાદ પિતાએ પણ વિદાય લેતા બનાવને લઇ બ્રહ્મસમાજમાં શોકની લાગણી છવાઇ છે. અત્રે એ પણ છે કે આશુતોષ દવેની ૧૫ વર્ષની પુત્રીને પણ કોરોનાને લઇ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે તો પરિવારના બે મોભીઓના વિદાયથી દવે પરિવાર તેમજ બ્રહ્મસમાજમાં દુઃખની લાગણી છવાઇ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here