જૂનાગઢઃ કારમાં વિવિધ સ્થળે ચોર ખાનામાં સંતાડેલો દારૂ-બિયર સાથે મહિલા સહિત બે ઝડપાયા

0
28
Share
Share

જુનાગઢ તા. ૨૩

જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાંચે ગતરાત્રીના કાર મેકેનીક  જેવી ભૂમિકા ભજવી મહિલા બુટલેગર દ્વારા અખત્યાર કરવામાં આવેલ નવી ટેક્નિકનો પદરફાશ કરી દારુ, બિયરનો જથ્થો ઝડપી લઇ, રુ. ૧.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કરી, એક મહિલા તથા એક પુરુષોને પકડી પાડયા હતા.

જૂનાગઢ એલસીબી ઇન્ચાજર્ પીઆઇ આર કે ગોહિલ તથા સ્ટાફ ને મળેલ બાતમી આધારે મેંદરડા રોડ ઉપર વોચ ગોઠવી, સાસણ તરફથી આવતી વેગન આર કાર નંબર જીજે ૧૦ એફ ૮૨૦૩ ને રોકવામાં આવતા, કાર રોકી ડ્રાઇવર નાસવા જતા એલસીબીના જવાનોએ ડ્રાઈવરને દોડીને પકડી પાડયો હતો, અને કારમાં સાથે રહેલી મહિલાને કારમાંથી ઉતારી, કાર ને ચેક કરતા કાઈ વાંધાજનક મળી આવ્યું ન હતું.

પરંતુ બાદમાં શંકાના આધારે એલસીબી ઇન્ચાજર્ પીઆઇ ગોહિલ સહિતની ટીમે કારની નીચે ઘૂસી, કારની ઝીણવટ ભરી તપાસ કરતા કારના દરવાજા, વાયપર, ડેસ્ક બોર્ડ પાછળ  અલગ અલગ જગ્યાએથી વિદેશી દારુ અને બીયરની ૧૪૨ જેટલી બોટલો મળી આવી હતી. એલસીબીએ કારના મેકેનિક જેવી કામગીરી કરી, કારના વિવિધ ભાગોમાંથી દારુનો જથ્થો ઝડપી પાડવાની સાથે સાસણથી મેંદરડાના રસ્તે જૂનાગઢ આવી રહેલા દારુના ખેપિયાઓ એવા જુનાગઢ ધરાનગરના પ્રવીણ ભનુભાઇ તથા પૂજાબેન કિશોરભાઇ ને ઝડપી પાડી પ્રોહીબીશન એક્ટ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here