જૂનાગઢઃ ઉત્સાહમાં નિયમોનાં ધજાગરા ઉડાવતાં નેતાઓ

0
62
Share
Share

જુનાગઢ તા. ૬

જુનાગઢના જંગલ વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે શહેરને પાણી પૂરું પડતો વિલિંગડેમ તથા આણંદપુર ડેમ ઓવર ફલો થતા તેમાં આવેલા નવા નીરના વધામણા કરવા ગયેલ હરખ ઘેલા નેતાઓએ તંત્રની ગાઈડ લાઈન ભૂલી ફોટા પડાવવા મોઢા પરથી માસ્ક કાઢી, સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડયા હતા. જંગલ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જૂનાગઢના વિલિંગડેમ તથા આણંદપુર ડેમ ઓવર ફલો થતા તેમાં આવેલા નવા નીરના વધામણા મહાનગરપાલિકા જુનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ ધ્વારા કરવામાં આવેલ, આ પ્રસંગે ડે.મેયર, સ્થાયી સમિતિ ચેરમેન શાસકપક્ષ નેતા, દંડક, ૭ જેેેેટલા કોર્પોરેટરોો અને પક્ષના આગેવાનો ની સાથે નાયબ કમિશનર જે.એન.લિખિયા, વોટર વર્કસ એન્જીનીયર હાજાભાઈ ચુડાસમા ઉપસ્થિત રહયા હતા.નવા નીરના આવધામણા પ્રસંગે જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ કોરોના મહામારીના પગલે સરકાર અને તંત્ર દ્વારા જાહેર કરાયેલા ગાઇડ લાઇનનો છડેચોક ઉલાલિયો કર્યો હતો અને મુખારવિંદ સ્પષ્ટ દેખાય તે માટે મોઢા પરથી માસ્ક ઉતારી, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા અને જાહેરનામાનો ખુલમખુલ્લા ક્યાંક ને ભંગ થવા પામ્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here