જૂનાગઢઃ ઉત્તરાયણમાં ઘાયલ પક્ષી માટે એનીમલ હેલ્પલાઇન શરુ કરાઇ

0
19
Share
Share

જૂનાગઢ, તા. ૧૩
જૂનાગઢની જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી એનિમલ હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે.આ સંસ્થા દ્વારા માંદા કે ઇજાગ્રસ્ત પશુ, પક્ષીની ફ્રિમાં સારવાર કરવામાં આવે છે.
ઉત્તરાયણ પર્વે જિલ્લા વહિવટી તંત્ર, મનપા, ફોરેસ્ટ ડિપાટર્મેન્ટ, જિલ્લા પંચાયત પશુપાલન શાખા, જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એનિમલ હેલ્પલાઇન, શાસન ભક્ત પરિવાર, અર્હમ યુવા સેવા ગૃપ, વસુંઘરા નેચર ક્લબ તેમજ જીવદયા કાર્યકરો દ્વારા બર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગથી ઘાયલ થયેલ અનેક પક્ષી ઉતરાયણ દરમિયાન મૃત્યુ પામે છે અથવા પાંખને ઇજા થવાને કારણે ઉડી શકતા નથી. ત્યારે ઉત્તરાયણમાં કોઇ આવા પશુ, પક્ષી નજરે ચડે તો હેલ્પલાઇન ૯૬૨-૯૭૨૬૬૨૨૧૦૮, ૯૪૦૮૪૫૩૧૦૮, ૯૯૦૯૩૯૦૦૭૦ ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here