જૂનાગઢઃમુખ્ય સ્વામિનારાયણ મંદિરના વહિવટ મામલે કોઠારી સ્વામી સહિત ૩૮ સામે લોકડાઉન ભંગ અંગેની ફરિયાદ

0
24
Share
Share

જુનાગઢ તા. ૧૮

હંમેશા વહીવટ બાબતે વિવાદમાં રહેતા જૂનાગઢના જવાહર રોડ સ્થિત સુવર્ણ શિખર બંધ મુખ્ય સ્વામિનારાયણ મંદિરનો વહીવટ લેતી વખતે લોક ડાઉન નો ભંગ કર્યાની જુનાગઢના હાલના કોઠારી સ્વામી સહિત ૩૮ લોકો સામે રાજકોટ રહેતા ટ્રસ્ટીએ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે.

જૂનાગઢનું જવાહર રોડ સ્થિત સ્વામિ મંદિર હંમેશા વિવાદોમાં ઘસાતું હોય છે ત્યારે ગત તારીખ ૩૦ મેના રોજ લોક ડાઉન દરમિયાન ચેરિટી કમિશનરના ફેરફાર રિપોટર્ની મંજૂરીના હુકમની અમલવારી કરવા માટે હાલના કોઠારી સ્વામી દેવનંદન સ્વામી ગુરુ ભગતસ્વરુપ સ્વામી તથા અન્ય સેવકો, સંતો અને અધિકારીઓ જુનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા હતા અને મંદિરના વહીવટનો કબજો લીધો હતો.

દરમિયાન આ બાબતે જૂનાગઢ  સ્વામી મંદિરના રાજકોટ રહેતા ટ્રસ્ટી રતિલાલ ભાનુભાઈ ભાલોડિયાએ જૂનાગઢ એસપીને એક ફરિયાદ કરી જણાવ્યું છે કે, તાજેતરમાં મંદિરના ટ્રસ્ટની એક ચૂંટણી થઈ હતી જેનો ફેરફાર રિપોટર્ ચેરિટી કમિશનર માં રજૂ કર્યો હતો, જેમાં ગૃહસ્થ અને કોઠારીનો ફેરફાર રિપોટર્ રદ કરાયો હતો તેમજ પાર્ષદ અને સાધુઓનો રિપોટર્ મંજૂર કરાયો હતો, તેનો હુકમ ૨૮ મેના રોજ થઈ ગયો હતો પરંતુ તેની જાણ સૌપ્રથમ ૩૦ જૂનના રોજ બપોરે ૧૧ વાગ્યા પછી થઈ હતી, જ્યારે સામાવાળાને તેની નકલ બપોરના ૩ વાગ્યે મળી હતી અને તેના હાથમાં આ નકલ આવે તે પહેલાં જ આ મંદિરનો વહીવટ લેવા પોલીસ અને પ્રાંત અધિકારી સાથે ગોઠવણ કરી, તેના આધારે પાછળથી ઉભા કરેલા દસ્તાવેજોના આધારે લોકડાઉનના કાયદાનો ભંગ કરી, ગેરકાયદેસર રીતે કર્મચારીઓ પાસેથી વહીવટી મેળવી લીધો હતો, જે બાબતે જૂનાગઢ સ્વામી મંદિરના હાલના કોઠારી સ્વામી દેવનંદન સ્વામી ગુરુ ભગતસ્વરુપ સ્વામી સહિત કુલ ૩૮ લોકો સામે એપેડેમીક એક્ટ ની કલમો તેમજ આઇ.પી.સી. ની કલમો અંતર્ગત ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.

જૂનાગઢ સ્વામી મંદિરના હાલના કોઠારી સ્વામી દેવનંદન સ્વામી ગુરુ ભગત સ્વરુપ  સ્વામી સહિત કુલ ૩૮ લોકો સામે મંદિરના ટ્રસ્ટી રતિલાલ ભનુભાઈ ભાલોડીયા એ જિલ્લા પોલીસ વડા સમક્ષ લોકડાઉન ભંગ અને ફોજદારી કાર્યવાહી કરવાની ફરિયાદ કરતા મંદિરના વહીવટકર્તાઓમાં ફરી ચહલ પહલ મચી જવા પામી છે, તો બીજી બાજુ સંપ્રદાયના સંતોમાં આ બાબત ચર્ચાને ચકડોળે ચઢી છે, અને હરિભક્તોમાં વહીવટના વિવાદોથી ભારે નારાજગી પ્રસરી વળી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here