જુહાપુરાના ભૂમાફિયા નઝીર વોરાના સામ્રાજ્ય પર ફરી બુલડોઝર ફર્યુ

0
17
Share
Share

અમદાવાદ,તા.૧૧

શહેરના જુહાપુરા-સરખેજ વિસ્તારના માથાભારે ભૂમાફિયા નઝીર વોરાની વધુ એક પ્રોપર્ટી પર છસ્ઝ્રએ બુધવારે બુલડોઝર ફેરવી દીધું. વેજલપુર સોનલ સિનેમા રોડ પર ટીચર્સ કોલોનીમાં નઝીર વોરાએ બાંધેલા ૬ માળના ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામને તોડી પડાયું. નઝીરે ઝોયા રેસિડેન્સી નામની આ ઇમારત એક વર્ષ પહેલાં જ બનાવી હતી. જેના પર આજ સવારથી જ છસ્ઝ્રની ટીમ ત્નઝ્રમ્ મશીન અને અલગ-અલગ સાધનો અને પોલીસ કાફલા સાથે પહોંચી ડિમોલિશનની કામગિરી શરુ કરી દીધી હતી.

ઝોયા રેસિડેન્સીની સાથે બાજુમાં જ વસીમ સૈયદે તેના બંગલાની આગળ બનાવેલી દુકાનો પણ કોર્પોરેશનની ટીમે તોડી પાડી હતી. વસીમ સૈયદના પિતા ભૂતપૂર્વ પીઆઈ હતાં. મકતમપુરા વોર્ડમાં ઝોયા રેસિડેન્સીના નામે નઝીર વોરાએ કોમર્શિયલ બાંધકામમાં જે ૬ માળનું રેસિડેન્ટ બાંધકામ ઊભું કર્યું હતું. એ મામલે પોલીસ દ્વારા નઝીર વોરા સામે કડક કાર્યવાહી કરાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાઇ. અગાઉ પણ અમદાવાદમાં જુહાપુરાના માથાભારે ભૂમાફિયા નઝીર વોરાએ રિઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર તાણી દીધેલી ૪૪ પાકી દુકાનો પર એએમસીએ બુલડોઝર ફેરવી દીધું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીથી બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ સાથે જ નઝીર વોરાના સામ્રાજ્ય પર તંત્રએ લાલ આંખ કરી છે.

તંત્રએ નઝીર વોરાની ગેરકાયદેસર ગતિવિધિઓ સામે કડક હાથે કામ લેવાનું શરુ કર્યું છે. એ પહેલાં તેણે કરેલી વીજચોરી પકડીને દંડ ફટકારાયો હતો. કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે મક્તમપુરા જુહાપુરા ખાતેના રિઝર્વેશન પ્લોટમાં પહોંચી ગઇ હતી. ડિમોલિશન ટીમના ૧ ત્નઝ્રમ્ મશીન, ૨ દબાણ ગાડી, ૨ ડમ્પર અને ૨૦ મજૂરના કાફલાએ બાંધકામ તોડવાની કાર્યવાહી શરુ કરી દીધી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here