જુવાનીનું જોમ બરકરાર રાખો

0
11
Aerobics fitness couple exercising, isolated in full body. Energetic fit fitness model.
Share
Share

ક્યારેક સીડી પર દોડી જુઓ. જો તમે  હાંફી જાઓ અને થાકી  જાઓ  તો સમજો કે હવે સાચાં પગલાં ભરવાનો  સમય પાકી ગયો છે. માળ ચડતી વખતે  લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો. એટલું  યાદ રાખો  કે તમે આમ કરીને તમારી વીજળી  બચાવી રહ્યા  છો તો તમારી આળસ તરત ઊડી જશે.  એ વાત ન ભૂલો  કે તમે જ્યારે  લિફ્ટનો   ઉપયોગ કરો છો ત્યારે  ફક્ત તમારી આંગળીને કસરત મળે છે અમે તમને એક પછી એક શરાબના પેગ પીવાની સલાહ નથી આપતા,  પણ   જ્યારે તમે શરાબ પીઓ ત્યારે  દરેક પેગ પછી એક ગ્લાસ  પાણી પીવાનું  રાખો.  એનાથી તમારી ત્વચાને   ખૂબ ફાયદો  થશે અને એની અસર વર્ષો સુધી દેખાશે.  ફ્લુઈડ  રિટેન્શન  માં તમારું મોઢું  ફૂલેલું દેખાય છે ને એનો ઈલાજ પણ પાણી પીવાનો જ છે . સવારના પહોરમાં   ચા  કે કોફી  પીવાને બદલે  ફક્ત પાણી પીઓ.મોડી રાતના  ઉજાગરા કર્યાં હોય તો  ફુવારા નીચે ઊભા રહીને  મસ્ત સ્નાન કરો.  આ રીતે થાક ઉતરી જશે અને તાજગીનોે સંચાર થશે. ગાલ  પર પાણી પડવાને કારણે ત્યાં લોહીનો ધસારો થશે અને તમે લાલ ટમેટાં જેવા દેખાવા લાગશો. બજારમાં  જે કોઈ નવી નવી બ્યુટી- પ્રોડકટ્‌સ આવે એ બધી જ તમારા ચહેરા પર અજમાવવાની  જરૃર નથી.  એ જ રીતે  તમારા વાળ પર પણ રોજ નવા નવા પ્રયોગ કરવાની  જરૃર નથી.  જો આવું  કરતા રહેશો તો પછી પ્રયોગ માટે માથા પર વાળ જ નહીં રહે.ગમે એટલા  થાકી  ગયા  હો તો પણ રાત્રે  સૂતાં પહેલાં ચહેરા પરનો  મેક-અપ દૂર કરો.  મેક-અપ દૂર કરવા માટે ચહેરા પર સીધું  પાણી ન  રેડો.  એનાથી  ત્વચા સૂકી  બની જશે  અને મેકઅપ જલદી નહીં નીકળે.  પહેલાં પાતળા  ક્રીમમાં રૃનું પૂમડું  બોળીને  એનાથી   ચહેરો સાફ  કરો. એનાથી પાઉડર ઉખડશે. આંખો પરનો   મેકઅપ દૂર કરવા માટેનું ક્લિનિક મેકઅપ  રિમૂવર તથા વેસેલિન   ગમે એવી વોટરપ્રૂફ લિપસ્ટિકને પણ હટાવી  દે છે.  ત્યારબાદ ફેસવોશનું  હળવું  ફ્રી  ચહેરા પર લગાવીને હાથ વડે ધીમે ધીમે  ઘસો.  પછી ચહેરા પર પાણી  છાંટો.  અને ફરી ચહેરો ઘસો.સૌંદર્ય  જાળવી રાખવા માટે  પૂરતી  ઊંઘ લેવી બહુ જરૃરી  છે. જો તમે પૂરતી ઊંઘ નહીં  લો તો એ તમારા ચહેરા પર દેખાશે. તમારી ત્વચા ફીકી અને શુષ્ક દેખાશે.  ખલેલ  વિનાની  ઊંઘ લો અને ચહેરા પરની તંદુરસ્તી ચમક પાછી લાવો.રમૂજવૃત્તિ  તમારા ખરાબમાં  ખરાબ સમયમાં તમને  બચાવી  લેશે. જો  તમને  હસવું ન આવતું હોય તો પણ હસો.  તમે  જ્યારે હસો  જ્યારે હસો છો ત્યારે  તમારા ચહેરાના ૫૩ સ્નાયુઓ  અને પેટના  બીજા અનેક સ્નાયુઓ ને કસરત મળે છે એ પુરવાર થઈ  ચૂક્યું  છે.  હસવાથી  તમને ખુશમિજાજમાં  રાખતાં હોર્મોન્સ  પણ શરીરમાં  વહેતાં થાય છે અને હા, ખરેખર હસનાર અને ખોટેખોટું  હસનાર બંનેને આ લાભ એકસરખા  મળે  છે.સજાગપણે  પ્રેમમાં પડવાની કોશિશ કરો. એવું નથી કે તમે  તમારા સપનાની  રાણી  કે સપનાના રાજકુમાર સાથે જ પ્રેમમાં પડો.  તમે કોઈ  પુસ્તક,  ફિલ્મ, નોકરી, નવો શોખ  ઈવન તમારી જાતના પ્રેમમાં પડી શકો છો. તંદુરસ્ત  સેક્સલાઈફ પણ તમારી શરીરની  કેલેરી  બાળે છે અને તમારા ચહેરાને વધુ યુવાન બનાવે છે.એક  સમયે તમારા જીવનનું  એક મહત્ત્વનું  અંગ હતા એવા લોકોને ભૂલી જવાનું ક્યારેક સહજ બની જાય છે. જૂની   એડ્રેસ-બુક કે ટેલિફોન – બુક  કાઢો અથવા  તો તમારા  ગમતીલા  માણસોના  નંબર ક્યાંકથી  મેળવી  લો. તેમને  ફોન કરીને અચંબામાં મૂકી  દો. આવું કર્યાનો તમને અફસોસ  નહીં થાય એ વાત નક્કી.ઘણીવાર  તમારા સગાંસંબંધીઓ કે મિત્રો કહેતાં હશે ’તું આવુ જ કરશે એની અમને  ખબર હતી’   અથવા  તો ’તું આવું કરે એવું મને નહોતું  ધાર્યું’   જો આવું  બહુ  બનતું હોય તો એ લોકોને આશ્ચર્યમાં  મૂકી દેવાનો  સમય થઈ ગયો  છે. તમે જે સામાન્ય  સંજોગોમાં કરો છો એ ન  કરો અને કંઈક જુદું, અનપેક્ષિત ક અનોખું  કરો અને પછી  તમારા સગાંસંબંધી કે મિત્રોને જે આશ્ચર્ય  થાય એ માણો.અંગત  રીતે, વ્યવસાયિક રીતે અને સંબંધોમાં  તમે  કઈ  દિશામાં  જઈ રહ્યાં છો એનો હિસાબકિતાબ માંડવાનું ક્યારેય મન થાય  છે? જો તમે તમારા આ વિચારો  અને લાગણીઓ બીજા સાથે શેર કરવા ન માગતા હો તો કાગળ અને પેન હાથમાં લો . મનમાં જે કોઈ લાગણી  થાય, જે કોઈ વિચારો  આવે  એ લખી નાખો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here