જુલાઇમાં ઓછો વરસાદ

0
23
Share
Share

છેલ્લા પાંચ વર્ષમાં જુલાઇમાં સૌથી ઓછો વરસાદ
સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદ થશે : હવામાન વિભાગ
નવી દિલ્હી તા. ૧
જુન મહિનામાં જોરદાર મોનસુનની શરૂઆત થયા બાદ જુલાઇમાં મોનસુનની સ્થિતી ખુબ નબળી રહી છે. છેલ્લા પાચ વર્ષમાં જુલાઇમાં સૌથી ઓછો વરસાદ રહ્યો છે. જો કે હવામાન વિભાગે કહ્યુ છે કે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થઇ શકે છે. જુલાઇ મહિનામાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછો વરસાદ રહેતા નિરાશા ખેડુત સમુદાયમાં જોઇ શકાય છે. જુલાઇ મહિનામાં સરેરાશ કરતા ૧૦ ટકા ઓછો વરસાદ થયો છે. મોસમ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. હવે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થઇ શકે છે. ગયા વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ થયો હતો. કેટલાક વિસ્તારમાં પુરની સ્થિતી સર્જાઇ ગઇ હતી. જુન મહિનામાં સારો વરસાદ થયો હતો. સાઉથ વેસ્ટ મોનસનની શરૂઆત સારીરહી હતી. જો કે જુલાઇમાં સ્થિતી ખરાબ થઇ ગઇ હતી. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછા વરસાદની સ્થિતી રહી હતી. ભારતીય હવામાન વિભાગે તેની આગાહીમાં ફેરફાર કર્યા છે. જેના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદની વાત કરવામાં આવી છે. આઇએમડીના કહેવા મુજબ મોનસુન સિઝનના બીજા હિસ્સામાં ૧૦૪ ટકા સુધી વરસાદ થઇ શકે છે. અમે હાલમાં મોનસુન સિઝનની વચ્ચે છીએ. હાલમાં દેશમાં મોનસુન ડેફિસિટ અને સરપ્લસમાં નથી. જુન મહિનામાં ૧૮ ટકા વધારે વરસાદ થયો હતો. જ્યારે જુલાઇમાં ૧૦ ટકા ઓછો વરસાદ રહ્યોહતો. જેથી મળીને બેલેન્સ સ્થિતી રહી હતી. હવામાન વિભાગના કહેવા મુજબ અગાઉના અંદાજ મુજબ જુલાઇમાં ત્રણ ટકા વધુ વરસાદની વાત કરવામાં આવી હતી. જો કે આ આગાહી ખોટી સાબિત થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ બંગાળના અખાતમાં હળવા દબાણની સ્થિતીરહેલી છે. ઓગષ્ટમાં ઓછો વરસાદ થનાર છે. બીજી બાજુ સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ થઇ શકે છે. ઓગષ્ટમાં સરેરાશના ૯૭ ટકા સુધી વરસાદ થઇ શકે છે. એકંદરે મોનસુન દેશમાં સામાન્ય રહેવાની વાત કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here