જુનાગઢ: પરિણીત મહિલાની છરીનાઘા ઝીંકી નિર્મમ હત્યા કરનાર શખ્સ જડપાયો 

0
11
Share
Share

જૂનાગઢના જીઆઇડીસીમાં એક તરફી પ્રેમમાં પાગલ શખ્સની હરકત …

જુનાગઢ તા. ૨૯

જુનાગઢ દોલતપરામાં શાકભાજી લેવા આવેલી પરણિત મહિલાની છરીના ઉપરા છાપરી ઘા મારી સરાજાહેર હત્યા કર્યાના બનાવમાં અમરેલીના લાઠી ગામના યુવાનને ઘટના સ્થળેથી છરી સાથે દબોચી લેવાયો હતો.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે બપોરના સુમારે દોલતપુરા શાકમાર્કેટ પાસે ભાવનાબેન મગનભાઈની અગાઉથી જ રાહ જોઇને ઉભેલા અમરેલીના લાઠી ગામના સંજય પ્રવીણ ગોસ્વામી નામના યુવાને ઉપરા છાપરી છરીના ઘા ઝીકી ભાવનાબેનને ઘટનાસ્થળે મોતને ઘાટ ઉતારી દીધા હતા, અને હિચકારો હુમલો કરી નાખી, ભાવનાબેનનું મોત નિપજાવ્યા બાદ સંજય પ્રવીણ ગોસ્વામી ઘટના સ્થળે જ રોકાઈ ગયો હતો.

આ અંગે પોલીસને જાણ થતા તાત્કાલીક ઘટના સ્થળે સંજયની હત્યામાં વપરાયેલી છરી સાથે ધરપકડ કરી લીધી હતી. આ બનાવ અંગે ભોગ બનનારના પિતાએ એ ડિવિઝન પોલીસમાં સંજય પ્રવીણ ગોસ્વામી વિરુદ્ધ પોતાની દીકરી ની હત્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

આરોપી સંજય ત્રણ દિવસથી ભાવનાબેનનું કામ તમામ કરવા માટે રેકી કરતો હોવાનું ખુલ્યું હતું, એક તરફી પ્રેમમાં પાગલ સંજયએ ‘‘મારી નહીં તો કોઈની નહીં‘‘ નું વેર રાખીને ત્રણ વર્ષની દીકરીની માતાનો આજે ભોગ લઇ લીધો હતો. તથા ભાવનાબેન અને તેમના પતિ શાકભાજી લેવા સજોડે નીકળ્યા હતા અને આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે આ અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

સરાજાહેર હત્યાના બનાવને પગલે દોલતપરા શાકભાજી માર્કેટમાં અફડાતફડી મચી ગઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here