જુનાગઢ : જગતજનની જગદંબાના નવલા નોરતાનો આજથી પ્રારંભ

0
14
Share
Share

જુનાગઢ તા. ૧૭

જગતજનની જગદંબાના નવલા નોરતાનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં નવરાત્રીના નવ દિવસો દરમિયાન પૂજન, અર્ચન, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન સોશીયલ ડિસ્ટન્સ અને ગાઇડ લાઈન મુજબ શરુ કરવામાં આવ્યા છે. માઈભક્તો દ્વારા અનુષ્ઠાનો પણ શરુ કરવામાં આવ્યા છે, અને જુનાગઢ મહાનગર સહિત સમગ્ર સોરઠમાં માતાજીના મંદિરો અને મઢ શણગારવામાં આવ્યા છે.

આજ શનિવારથીમાં જગતજનની જગદંબાના રુડા નોરતા શરુ થયા છે ત્યારે માઈ ભક્તોના માતાજીના અનુષ્ઠાનની સાથે જપ, તપ અને પૂજન, અર્ચન સાથે આરાધના શરુ કરવામાં આવી છે, મંદિરોમાં મહા આરતી તથા પૂજન, અર્ચન આજે વહેલી સવારથી જ શરુ થવા પામ્યા છે.

આ વર્ષની નવરાત્રીમાં કોરોના વિઘન રુપ બનતા પાટર્ી પ્લોટમાં થતા નવરાત્રી મહોત્સવના આયોજનો આ વર્ષે બંધ રાખવામાં આવ્યા છે, જેને કારણે યુવા ખેલૈયાઓ માટે આ વર્ષની નવરાત્રી શુષ્ક બની છે. તો જુનાગઢ શહેર સહિત લગભગ તમામ ગરબીઓ  પણ બંધ રખાય છે, પરંતુ ગરબી મંડળો દ્વારા માત્ર આરતી  અને બેઠા ગરબા તથા માતાજીની સ્તુતિ સાથે નવરાત્રી મહોત્સવ મહોત્સવ ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવાનું  નક્કી કરવામાં આવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here