જુનાગઢનાં દાતારમાં ધોધમાર વરસાદ, પર્વત પરથી વહેતા થયા ઝરણાં

0
13
Share
Share

જૂનાગઢ,તા.૨૨

જૂનાગઢમાં બે ઈંચ વરસાદથી ગિરનાર પર્વત પર રમણીય દ્રશ્ય સર્જાયા છે. ગિરનાર પર્વત ઉપર મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા પર્વત પર વેલનાથ અને જટાશંકરની જગ્યા પાસે ઝરણા વહેતા થયા હતા. જેનો અહલાદક નજારો જોવા મળ્યો હતો.  ધઓધમાર વરસાદનાં કારણે નદી-નાળાઓમાં પુર આવ્યા છે.

માળીયા હાટીના ગડુમાં ધોધમાર વરસાદ, નુકશાનની ચિંતામાં જગતનો તાત

રાજ્યનાં માળિયા હાટીમાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. ગુજરાતનાં માળિયા હાટીનાના ગડુમાં ધોધમાર વરસાદ પડ્યો. આ ઉપરાંત માળિયા હાટીના સમઢિયાળા, વિસણેલ, સુખપુર, સીમાર, શાંતીપરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.આ વરસાદનાં પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ વરસાદ પહેલા મગફળીની વાવણી કરી છે. જોકે, વરસાદના આગમનથી મગફળીનું બિયારણ બગડી જવાની ખેડૂતોને ચિંતા છે. તો બીજી તરફ ગડુ-વેરાવળ હાઈવે પર વરસાદના કારણે મસમોટા ગાબડા પડ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here