જુનાગઢઃ જુની સીવીલ હોસ્પિટલમાં આવેલા મંદિરના પુજારીનું વિજશોકથી મોત

0
25
Share
Share

જૂનાગઢ તા. ૧૧

જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલના પીએમ રુમ પાસેથી એક લાશ મળી આવી હતી, આ લાશ સિવિલ હોસ્પિટલની અંદર આવેલા મંદિરના પૂજારી હોવાનું ખુલવા પામ્યું છે, તથા વીજ શોક લાગવાથી પુજારી નું મૃત્યુ થયું હોવાનું અને લાશ પાંચ દિવસ જૂની હોવાનું અનુંમાન કરવામાં આવી રહ્યું છે.

જુનાગઢ ચિતાખાના ચોકમાં આવેલ જૂની સિવિલ હોસ્પિટલમાં રહેતા આરોગ્ય કર્મીઓને કોઈ મૃતદેહની દુર્ગંધ આવતા, તપાસ આદરી હતી, ત્યારે કોઈ પુરુષની લાશ છાપરા ઉપર પડેલ હોવાનું ધ્યાનમાં આવતા પોલીસને જાણ કરાઇ હતી અને તાત્કાલિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.બાદમાં લાશને છાપરા ઉપરથી નીચે ઉતારવામાં આવી હતી અને તેને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી.

પ્રાથમિક અનુમાન મુજબ આ લાશ જૂની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા મંદિરના પૂજારીનો હોવાનું તથા ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે મોત થયું હોવાનું તથા આ મોત લગભગ ચારથી પાંચ દિવસ અગાઉ થયા હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે, ત્યારે પીએમ રિપોટર્ ની રાહ જોવાઇ રહી છે અને આજે મળેલા આધેડના લાશનું મોત કયા કારણોસર થયું હતું ? તે રિપોટર્  આવ્યા બાદ જાણવા મળશે તેમ પોલીસ સૂત્રોમાંથી જણાવવામાં આવી રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here