જુગારીઓ સામે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવાની કલમ પણ લાગવશે રાજકોટ પોલીસ

0
24
Share
Share

રાજકોટ,તા.૩૧

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનો એટલે પત્તા પ્રેમીઓ માટે સૌથી પ્રિય મહિનો. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં શ્રાવણ મહિનામાં સૌથી વધુ જુગાર રમવામાં આવે છે. બીજી તરફ પોલીસ પણ આવા જુગારધામ પર દરોડા પાડી જુગારીઓને ઝડપી પાડે છે. સાથે સાથે રાજકોટ પોલીસે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી એક અલગ પ્રયોગ પણ શરૂ કર્યો છે. આવા જુગારીઓ પાસેથી માસ્કનો દંડ પણ પોલીસ વસૂલ કરી રહી છે. આ ઉપરાંત તેમની સામે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવાની કલમ પણ ઉમેરવામાં આવે છે.

રાજકોટ ક્રાઈમ બ્રાંચ ઉપરાંત અલગ અલગ પોલીસ મથકના સ્ટાફ દ્વારા જે તે વિસ્તારમાં રમાતા જુગારધામને પકડવાની કામગીરી વધુ તેજ બનાવી છે. જો કોઈ જુગારી પકડાય તો તેમની સામે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવાની કલમ ઉમેરવામાં આવે છે, તેમજ માસ્ક ન પહેરવાનો દંડ પણ વસૂલ કરવામાં આવે છે. રાજકોટ પોલીસનું આ પગલું સમગ્ર ગુજરાતની પોલીસ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. રાજકોટનો આ પ્રયોગ સમગ્ર રાજ્યની પોલીસ માટેનો પ્રથમ પ્રયોગ પણ બન્યો છે.

પોલીસ અલગ અલગ વિસ્તારમાંથી અને તેમાં પણ રહેણાક મકાનમાંથી જુગાર રમતા લોકોને પકડી રહી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી પણ કરી રહી છે. જે કાર્યવાહીમાં સોશિયલ ડિસ્ટન્સની કલમનો પણ ઉમેરો કરવામાં આવી રહ્યો છે. મહત્ત્વનું છે કે શ્રાવણ માસમાં સૌથી વધુ જુગાર રમાય છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા પોલીસ અધિકારીઓને ખાસ સૂચનાઓ પણ અપાઇ છે.

કોરોના મહામારીના કાળમાં જ્યારે લોકોને એકઠા થવા પર પણ પ્રતિબંધ છે અને કોરોના ફેલાવાનો ભય પણ લાગે છે તેવા કપરા કાળમાં વધુ પ્રમાણમાં લોકો એકઠા થઈને જુગાર રમતા હોય છે. આવા જુગારીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સિંગની કલમનો ઉમેરો કરવા સૂચના આપવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here