જી-૨૦ દેશોનાં મોટા અર્થતંત્રોમાં ભારતની સ્થિતી સૌથી ખરાબઃ IMF

0
26
Share
Share

ન્યુ દિલ્હી,તા.૩

કોરોના સંકટે ભારત સહિત દુનિયાભરની અર્થવ્યવસ્થાની કમ્મર તોડી નાખી છે, સોમવારે આવેલા ચાલુ નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકનાં જીડીપીનાં આંકડાથી જાણવા મળે છે કે એપ્રિલ-જુન ત્રિમાસિકમાં ભારતનો જીડીપી વૃધ્ધી દર ૪૦ વર્ષમાં નેગેટીવ રહ્યો છે, નવા રિપોર્ટસ મુજબ ભારતની જીડીપી – ૨૩.૯ ટકા સુધી ઘટ્યા બાદ હવે આખું વર્ષ તે ૧૦.૯ ટકા સુધી ઘટી શકે છે.

આઇએમએફનાં અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું કે ચાલું નાણાકિય વર્ષનાં  બીજા ત્રિમાસિકમાં ભારતનું અર્થતંત્ર જી-૨૦ દેશોમાં સૌથી ખરાબ રહી શકે છે, તેમણે કહ્યું કે બીજા ત્રિમાસિકમાં ભારતનાં અર્થતંત્રનો વિકાસ દરમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળી શકે છે.

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્‌વીટર પર ગીતા ગોપીનાથે ટ્‌વીટ કરીને જણાવ્યું કે ચાલું નાણાકિય વર્ષનાં બીજા ત્રિમાસિકમાં જી-૨૦ દેશોનાં અર્થતંત્ર પર કોરોનાની અસર જોવા મળી રહી છે, જી-૨૦ દેશોનો વૃધ્ધી દર નેગેટીવ ઝોનમાં રહી શકે છે, આ સમુહમાં ભારતનો જીડીપી ૨૫.૬ ટકા સુધી નેગેટીવ રહેવાનું અનુમાન છે.

આઇએમએફનાં અર્થશાસ્ત્રી ગીતાએ લખ્યું કે આ આંકડા ત્રિમાસિકનાં આધારે છે,તેની તુલના કોઇ પણ વર્ષ સાથે ન કરવી જોઇએ, તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૦ની ત્રીજા  ત્રિમાસિકમાં જી-૨૦ દેશોની જીડીપીમાં સુધારો થવાની આશા છે. આ વર્ષનાં પહેલા ત્રિમાસિકમાં ઘટાડો જોવા મળ્યા બાદ ચીનની જીડીપી બીજા ત્રિમાસિકમાં સારૂ પ્રદર્શન કરી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here