જીવનશૈલીની સીધી અસર વય પર

0
14
Share
Share

અમારી આસપાસ એવા અનેક મોટી વયના લોકોને અમે જોઇ રહ્યા છીએ જે હકીકતમાં ૭૦ વર્ષની વયને પાર કરી ગયા છે પરંતુ વયમાં પણ ૫૦ની આસપાસના જ નજરે પડે છે. જ્યારે કેટલાક એવા લોકો હોય છે જે નાની વયના હોવાછતાં મોટી વયના દેખાય છે. કેટલાક મોટી વયના લોકો યુવાનો કરતા પણ બે ગણા વધારે ઉત્સાહ સાથે ભરેલા હોય છે. હકીકતમાં આવા લોકોની વય ધીમી ગતિથી વધવા માટે  એપ્લસ જીનેટિક્સ જવાબદાર હોય છે. જો કે માત્ર એક્ટિવ જીનેટિક્સની સાથે જ નહીંબલ્કે સ્માટ જીવનશૈલી અપનાવીને પણ વ્યક્તિ પોતાની વયને વધવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે. તમામ નિષ્ણાંત લોકો કહે છે કે નકારાત્મક વિચારો અને ટેન્સન પણ અમારા હાર્મોન અને ન્યુરોટ્રાન્સમીટરની કાર્યપ્રણાળીને અસંતુલિત કરે છે. સારા વિચારો ખુશ રાખતા હાર્મોન અને હકારાત્મક વિચારને વધારે છે. આના કારણે વ્યક્તિની વય વધવાની કુદરતી પ્રક્રિયા દેખાતી રીતે ધીમી થઇ જાય છે. જાણકાર નિષ્ણાંત લોકો કહે છે કે ૭૦ ટકા પ્રતિ રક્ષા પ્રણાળી આંતરડાની નીચે સ્થિત હોય છે. જેથી રોગથી લડવા માટે આંતરડાને સ્વસ્થ રાખવામાં આવે તે ખુબ જરૂરી છે. નિષ્ણાંત લોકો એમ પણ કહે છે કે વાસ્તવમાં અમારા દિમાગ આરામની અવસ્થામાં વધારે સતર્ક રહે છે. આના માટે અમને પોતાના લોહીમાં રહેલા શુગરના પ્રમાણમાં સંતુલન જાળવી રાખવાની જરૂર હોય છે.સાથે સાથે મસલ્સને પણ મેન્ટેન રાખવાની જરૂર હોય છે. જ્યારે અમે આંતરડા અને પ્રતિરક્ષા પ્રણાલીને મજબુત કરીએ છીએ ત્યારે બિમારીઓ ઓછી હોય છે. લાંબા સમય સુધી નિયમિત લાઇફસ્ટાઇલ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને વય વધવાની કુદરતી પ્રક્રિયાને ધીમી કરી શકાય છે. પોતાના  પુસ્તક યંગરમા મહિલા રોગ નિષ્ણાંત ગોટ ફ્રાઇડ કહે છે કે વય વધવાની સાથે સાથે માથામાં ન્યુરોન્સ પોતાની કામ કરવાની ક્ષમતા ગુમાવવા લાગી જાય છે. અમારી આસપાસના ટેન્શનવાળા માહોલ અને અન્ય નકારાત્મક બાબતો માથાની કોશિકાને નુકસાન પહોંચાડે છે. જેથી જ હમેંશા તબીબો ટેન્શનને દુર રાખવા માટેની સલાહ આપે છે. દિમાગને પણ શરીરની જેમ ભોજનની જરૂર હોય છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ઓમેગા -૩ ફેટી એસિડ અમારા દિમાગ માટે સૌથી ઉપયોગી જૃરી તત્વો પૈકી એક તરીકે છે. જેના કારણે દિમાગ યોગ્ય રીતે કામ કરે છે. ટેન્શનને દુર કરવામાં મદદ કરે છે. ઓમેગા -૩ ફેટી એસિડ અમારા દિમાગ ંમાટે સૌથી ઉપયોગી જરૂરી તત્વોપૈકી એક તરીકે છે. ઓમેગા-૩ના અન્ય કેટલાક ફાયદા રહેલાછે. તે હાર્ટ સંબંધિત બિમારી એઅને ડાયાબિટીસને રોકવામાં અને તેને કાબુમાં લેવામાં પણ ઉપયોગી ભૂમિકા અદા કરે છે. ગ્રાટફ્રીડ કહે છેકે ૫૦ વર્ષની વય સુધી એક સરેરાશ પુખ્તવયના વ્યક્તિને નુકસાન થાયછે. એક સરેરાશ વ્યક્તિ પોતાના શરીરના ૧૫ ટકા લીન બોડી માસ ગુમાવી દે છે. જેમ જેમ વય વધે છે તેમાં પણ તેજી આવે છે. માંસપેશિઓનુ સ્તર જેટલુ ઓછુ હોય છે તેટલા વધારે પ્રમાણમાં ફેટ રહે છે. જે હાટ સંબંધિત બિમારી અને ડાયાબિટીસ માટેના કારણ તરીકે હોય છે. માંસપેશિઓ નબળી પડી જાય છે તે પણ એક કારણ તરીકે હોય છે. વિટામિન ઇ પણ એક લાભકારી એન્ટી એજિગ ઓક્સીડેન્ટ તરીકે છે. જે અમારી રોગ પ્રતિકારક ક્ષમતાને મજબુત કરે છે. શરીરમાં અસુંલિત બ્લડ શુગર અમારી ઉર્જાને નુકસાન કરેછે. મનોદશા આને કારણે ગબડી જાય છે. આના કારણે ઉંઘ ઓછી આવે છે. વય વધવાની ગતિ ઝડપથી આગળ વધે છે. જેથી પ્રોસેસ્ડ ફુડ અને શુગર યુક્ત ભોજનથી બચવાની જરૂર હોય છે. શરીરમાં શુગર લેવલ વધારી દેવાના કારણે શારરિક રસાયણ અને હાર્મોન અસંતુલિત થઇ જાય છે. જે વય પર સીધી રીતે અસર કરે છે. નકારાત્મક વિચાર પણ હાર્મોનના સ્તરને કમજોર કરે છે. હાલમાં જ એક અગ્રણી અગ્રેજી અખબારમાં આ અંગેના હેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ તમામ માટે ઉપયોગી બાબત સપાટી પર આવી છે. જે સંકેત આપે છે કે દરેક વ્યક્તિએ હમેંશા સારા વિચાર રાખવાની જરૂર છે. આના કારણે   લાઇફસ્ટાઇલમાં ઉલ્લેખનીય સુધારો થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here