જીનીયસ સંવાદમાં સેલ્ફ એસ્ટીમ વિષય પર સ્વામી પરમાત્માનંદ સરસ્વતિજીના સંવાદનું આયોજન

0
14
Share
Share

રાજકોટ તા. ૧૨

રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા છેલ્લા છ મહિનાથી શિક્ષણ, સામાજીક પ્રશ્નો, આધ્યાત્મિક તેમજ સાંપ્રત સમયના વિષયો ઉપર જીનિયસ સંવાદનું આયોજન કરવામાં આવે છે. આ સંવાદ માટે દેશ-વિદેશથી વિષય નિષ્ણાતોને ઓનલાઈન સંવાદ માટે આમંત્રિત કરવામાં આવે છે, જેમાં આગામી રવિવાર ૧૫ નવેમ્બર, દિપાવલીના દિવસે સવારે ૧૧ઃ૦૦ કલાકે આર્ષ વિદ્યામંદિરના પૂ. સ્વામિ પરમાત્માનંદ સરસ્વતિજી દ્વારા ’સેલ્ફ-એસ્ટીમ’ વિષય ઉપર સંવાદનું આયોજન કરવામાં આવેલ છે. આ સંવાદનો લાભ સર્વ જનતાને નિઃશુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેઇજના માધ્યમથી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન  ડી.વી. મહેતાના કહે છે કે સેલ્ફ-એસ્ટીમ એટલે કે સ્વ-સન્માનની ભાવના વ્યક્તિના જીવનમાં પ્રેરણા અને સફળતામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. સ્વ-સન્માનની લાગણીનો અભાવ વિદ્યાર્થીને શૈક્ષણિક જીવનમાં અથવા ભવિષ્યમાં કાર્યક્ષેત્રમાં સફળ થવામાં અવરોધ ઉભો કરે છે, કારણ કે વ્યક્તિ પોતાની જાતને સફળતા માટે સક્ષમ માનતી નથી. આવા સંજોગમાં વ્યક્તિને સ્વ-મૂલ્યના અથવા વ્યક્તિગત મૂલ્યની જેમ કે પોતાના દેખાવ, માન્યતાઓ, લાગણીઓ અને વર્તનના મૂલ્યાંકન માટે સ્પષ્ટતા હોવી જરુરી બને છે. એકંદરે પોતાનામાં રહેલી શક્તિને ઓળખવી તથા નબળાઇઓને સમજવી, તેને સ્વીકારીને સુધારવાથી જીવનમાં દરેક મુકામ પર સફળતા પ્રાપ્ત થાય છે. આ વિષય પર વધુ સમજ પુરી પાડવા માટે સ્વામિ પરમાત્માનંદ સરસ્વતિજીને ઓનલાઈન સંવાદ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.              આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરથી  રવિવારને ૧૫ નવેમ્બરના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે જોડાય શકાશે. સંસ્થાના ચેરમેન શ્રી ડી. વી. મહેતા સર્વેને આ સંવાદમાં જોડાવા અને તેનો લાભ લેવા માટે આમંત્રીત કરે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here