જીનિયસ સંવાદના ૪૦માં અધ્યાયમાં હેલ્થ મંત્ર વિષય ઉપર રાજકોટના જાણીતા તબીબ ડો. કમલ પરિખ સાથે વાર્તાલાપનું આયોજન

0
16
Share
Share

રાજકોટ,તા.૯

રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા છેલ્લા દસ મહિનાઓથી બાળકોને ઓનલાઈન અભ્યાસ ઉપરાંત સમાજને  લગતા અનેક આધ્યાત્મિક અને સાંપ્રત વિષયો તથા કારકિદર્ીને લગતા મુદ્દાઓ ઉપર ચર્ચા અને માર્ગદર્શન માટે ’જીનિયસ સંવાદ શ્રેણી અંતર્ગત વિષય નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવે છે. આગામી ૧૦ જાન્યુઆરી રવિવારના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે સટર્લીંગ હોસ્પીટલના પૂર્વ મેડિકલ ડિરેક્ટર, તેમજ લાઈફ કોચ (યુ.એસ.એ ) ડો. કમલ પરિખને ઓનલાઈન સંવાદ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ સંવાદનો લાભ સર્વ જનતાને નિઃશુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટ્યુબ ચેનલ અને ફેસબુકના માધ્યમથી લાઈવ પ્રસારીત કરવામાં આવશે. જીનિયસ ગ્રુપના ચેરમેન અને જાણીતા શિક્ષણવિદ ડો. ડી. વી. મહેતા કહે છે કે છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર ફેલાવતા કોરોના એ માનવજાતને ખુબ સારી શિખ આપી છે કે તંદુરસ્ત શરીર અને મન કોઈ પણ વાયરસનો સામનો કરવા સક્ષમ હોય છે. આવનારા સમય કોઈ વ્યક્તિ પોતાની તંદુરસ્તી પરત્વે બેદરકારી નહિ દાખવી શકે. તંદુરસ્તીની જાળવણી માટે નાની-નાની બાબતોનુ ધ્યાન રાખવામાં આવે તો મોટી બિમારીઓને ટાળી શકાય છે. નિરોગી જીવનશૈલી વિશે માહિતી અને સમજ આપવા માટે જાણકાર અને અનુભવી ડોકટરની સલાહ જીવન જીવવાનો દ્રષ્ટીકોણ બદલાવી શકે છે. આગામી સંવાદ માટે લાઈફ કોચ અને જાણીતા ફિઝીશ્યન ડો. કમલ પરિખને આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પરથી રવિવારને ૧૦ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે જોડાય શકાશે. આ સંવાદના અંતે વકતા સમક્ષ વિષયને લગતા પ્રશ્નો કોમેન્ટ સેકશનમાં મુકી શકાશે, જેમનો યોગ્ય ઉત્તર આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા આ સંવાદમાં જોડાવા સર્વ જનતાને આમંત્રણ આપે છે. આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન  ડી. વી. મહેતા અને સીઇઓ  ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ  પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here