જીટીયુ દ્વારા ૨૦૦ થી વધુ કોલેજોનું ઓડિટઃ સુવિધાઓનો અભાવ સહિતની ક્ષતિ આવી બહાર

0
20
Share
Share

અમદાવાદ,તા.૧૯

રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા ૨૦૦થી વધુ કોલેજોનું ઓડિટ કરવામાં આવ્યું છે. આઇઆઇટી. આઇઆઇએમના નિષ્ણાંતો દ્વારા આ એકેડેમિક ઓડિટ કરવામાં આવ્યું છે. જેમાં આ કોલજોમાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે પીએચડી માટે અપૂરતો સ્ટાફ તેમજ રિસર્ચ ઇમ્પ્રૂવમેન્ટની જરૂર સહિતની ખામીઓ સામે આવતા જીટીયુના સંચાલકો કોલેજો સામે લાલઘુમ થયા છે. જો કોલેજો દ્વારા શિક્ષણનું ધોરણ સુધારવામાં નહિ આવે તો કોલેજની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાની તૈયારી જીટીયુએ કરી લીધી છે.

આ અંગે જીટીયુના વાઇસ ચાન્સેલર પ્રો. નવીન શેઠે જણાવ્યું કે ૮૮ એન્જીનીયરીંગ અને ૫૦ ફાર્મસી તેમ જ એમબીએ કોલેજોમાં ઓડિટ કરવામાં આવ્યું છે. હજુ ડિપ્લોમા કોલેજોમાં ઓડિટ બાકી છે. કોલેજોમાં જે ખામીઓ સામે આવી છે.

તેમાં કોલેજોમાં પીએચડી અધ્યાપકોની સંખ્યા ઓછી છે. જે રેશિયો નક્કી છે તે મુજબ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની કેડર નથી. આ ઓડિટની પ્રક્રિયામાં એન્જીનિયરીંગ, ફાર્મસી અને એમબીએ એવી ત્રણ કોલેજો પણ સામે આવી  છે જેમણે ઓડિટમાં ભાગ લીધો નથી. આથી તેમને નોટિસ ફટકારવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here